________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪.
અધ્યાત્મ મહાવીર
કરવાથી અને કાયાથી પુણ્ય કર્મ કરવાથી પુણ્યબંધ થાય છે અને તેથી વિપરીત પણે અધર્મમાં મન, વણ, કાયાની પ્રવૃત્તિ કરવાથી પાપબંધ થાય છે.
આત્મસાક્ષીપણે વતી સર્વ પદાર્થોમાં અને કર્મોમાં શુદ્ધ બુદ્ધિ ધારણ કરવાથી સર્વ કર્મોમાં મન અબંધ પણે વર્તે છે. શુભાશુભ પરિણામને જે ત્યાગી બને છે તે વિશ્વના સર્વ જીવોની સાથે રહેવા છતાં અને સર્વ પદાર્થોના સંબંધમાં આવવા છતાં ત્યાગી બને છે. મન, વાણી, કાયાદિથી કર્તવ્ય કાર્યો કરવાના ત્યાગમાત્રથી કઈ ત્યાગી બની શકતું નથી, પરંતુ મનમાં ઊઠતી શુભાશુભ કામના અને વાસનાઓના ત્યાગથી આત્મા સત્ય ત્યાગી બની શકે છે. કામ્યવૃત્તિનો ત્યાગ થયા પછી કંઈ ત્યાગ કરવાનું રહેતું નથી. બાહ્ય પદાર્થો તે જડ છે. તે પિતાના નથી તો તેને ત્યાગ પણ કરી શકાય નહીં. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કંઈ ને કંઈ કર્તવ્ય કર્મ તે થાય છે. તેથી ત્યાગદશામાં પ્રત્યવાય આવી શકતું નથી.
મન, વાણી અને કાયા તથા ઈન્દ્રિયો વગેરે સાધને ખરેખર આત્માના જ્ઞાનાદિ ગુણના પૂર્ણ વિકાસાર્થે મળેલાં છે. મન, વાણી, કાયા, કષાય, ઈન્દ્રિયે, વૃત્તિ વગેરેને એક પ્રકૃતિ તરીકે નામાદેશ કરવામાં આવે છે. જેને આત્મા જાગ્રત થયે છે અને અવળામાંથી પણ સવળું ગ્રહણ કરી શકે છે તેને પ્રકૃતિ ખરેખર પરમાત્મદશા. પ્રાપ્ત કરાવવામાં સહાયકારક બને છે. મારામાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રીતિ જેઓ ધારણ કરે છે તેઓને મારી પાસે અર્થાત શુદ્ધાત્મસ્વરૂપની નજીક આવવામાં પ્રકૃતિ જરા પણ નડતી નથી; ઊલટી સહાયકારક થાય છે. તેઓ અવળી પ્રકૃતિના સંબંધે આડાઅવળા. થઈને અને ભયંકર માર્ગ પસાર કરીને છેવટે શુદ્ધાત્મા બને છે. મારામાં પૂર્ણ વિશ્વાસધારક લેકનાં મન, વાણ, કાયા પવિત્ર અને છે. મારામાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરનારાઓથી નિરાનંદ ઉદાસભાવ દૂર રહે છે.
For Private And Personal Use Only