________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
અધ્યાત્મ મહાવીર અને શુદ્ધાત્મસાધન એવા જૈનધર્મરૂપ આપના સ્વરૂપને આપે છે.
આપ વિશ્વોદ્ધાર કરો. સ્વયંભૂ! આપનું શરણ સ્વીકારું છું.
યાદી શુદ્ધાત્મમહાવીર દેવ! યાદી, તુજ કરી દિલમાં ઘણી, ધ્યાને થયે તું એય ને, ભાસ્યો હદયમાં જગફણી; યાદી પ્રભો ! તુજ પળ પળે, બીજુ ન રુચે તુજ વિના, જય જય પ્રભો ! મહાવીર જિન, શુદ્ધાત્મ છો સોહામણું. ૧ યાદી બળે પ્રત્યક્ષ થ, દર્શન કરાવ્યાં તે વિભ! સાકાર-નિરાકારરૂપ, દર્શને દેખ્યા પ્રભો ! દર્શન આપ આપનાં, નિશ્ચયનયે નિજ દષ્ટિથી, પ્રત્યક્ષ દેખે યાદી શું ? પરોક્ષ દષ્ટિ સૃષ્ટિથી. સહુ જાતનાં શાસ્ત્રો તણી, વાચનપ્રવૃતિ નહીં રહી, પ્રત્યક્ષમાં સંદેહ છે, પ્રત્યક્ષ દર્શનથી સહી; પ્રત્યક્ષ આપોઆપ મહાવીર, સર્વભાવે પેખિયા, પ્રત્યક્ષ મહાવીર જગધણી, સહુ રૂપથી જ દેખિયા. ત્રણ કાળના સહુ જીવનાં, નામ જ રૂપ તેહ છે, શ્રી વીર પ્રભુનાં નામ ને રૂપ જ આત્મિક એહ છે જે ભાવથી વીર સેવિયા, તે ભાવથી મુજને મળ્યા, જેની જ જેવા દષ્ટિ, તેને તે જ રૂપે જગ ફળ્યા. મહાવીર પ્રભુને ધ્યાવતાં, મહાવીરરૂપ ભાસિ, પ્રત્યામાં યાદી નહીં, આપ જ આપ પ્રકાશિયે; પ્રત્યક્ષ દીઠા જોતિના, સાગર પ્રભુ વ્યાપક સદા, તલભાર ભ્રમણ નહીં રહી, આત્મપ્રભુને નિરખતાં. ગાવું જ આપ આપને, ધ્યાવું જ આપ આપને, યાદી જ આપ આપની, ભૂલ્યો જ માહ વિલાપને; માનવજીવનમાં આમનું, જીવન મઝાનું અનુભવ્યું, પક્ષ યાદી એ સહી, આત્મિક સુખને ઊજવું. ૬
For Private And Personal Use Only