________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
અધ્યાત્મ મહાવીર કલ્યાણાર્થે આપના નામની દવાને મહોત્સવ પ્રવર્તશે અને આપના નામના વાવટા નીચે સર્વ પ્રકારના જૈનો એકત્ર થઈ આત્મભેગ આપશે અને સર્વ લોકોના કલ્યાણાર્થે રાજ્યાદિકની વ્યવસ્થા કરશે. લગ્ન, રાજ્યાદિ પ્રસંગોમાં આપના નામની દવા અને વાવટા નીચે સર્વ જૈનો એકરૂપ બની પ્રવર્તશે અને મનુષ્યની રક્ત, પીત, વેત, કૃષ્ણ અને નીલ એવી પાંચ જાતિઓ ભેગી મળી સર્વના એક સરખા જીવનની વ્યવસ્થા પ્રવર્તાવશે.
આપનું નામ સ્મરણ તથા આપના સાકાર-નિરાકાર આદિ અનેક સ્વરૂપની પ્રેમ-શ્રદ્ધા-ભક્તિ કરનારા અને આપની આજ્ઞા. પ્રમાણે વર્તનારા જેને સર્વ વિશ્વમાં પવિત્ર બનશે અને તેઓને. આપની અદષ્ટ કૃપા વડે ઉદ્ધાર થશે.
જૈનધર્મ પ્રવર્તક આચાર્યો વગેરેને હું અનેક પ્રકારની સહાય કરીશ અને તેમાં અવતરી તેઓનાં મનમાં આપના જ્ઞાનને પ્રાકશ કરીશ. તેથી તેઓ આપની ભક્તિને તથા જ્ઞાનને પ્રચાર કરી શકશે.
' આપ સર્વ જીવેને તેમની શુભેચ્છા પ્રમાણે ધર્મની પ્રેરણા કરે છે. આપની અનંત શક્તિને કઈ પાર પામી શકે તેમ નથી. આપ ત્યાગાવસ્થામાં લોકોની સ્થલ દષ્ટિએ અનેક ઉપસર્ગ–પરિષહ સહન કરનારા જણાશે અને તેથી લકે આપના તે ગુણેનું અનુકરણ કરશે. શુદ્ધ નિશ્ચયનયથી વસ્તુતઃ આપ ચાર પ્રકારના આશ્રમથી અને ઉપસર્ગ–પરિષહથી રહિત છે. આંતરદષ્ટિથી આપ જન્મ-મૃત્યુ આદિ પર્યાયથી રહિત છે. આ૫ ત્રણે કાળમાં અનંતજ્ઞાનાદિ સતસામર્થ્ય પર્યાયવંત છે. આપ જાતિ-લિંગ-વચન-રહિત છે. આપના. સાકાર સ્વરૂપની પૂજા-ભક્તિ-ધ્યાન ધરીને, ભક્ત લોકો આપના. નિરાકાર સ્વરૂપનું અવલંબન કરી નિરાકાર મહાવીરસ્વરૂપને પામે છે અને પિતે પરબ્રહ્મસ્વરૂપમય બને છે. - પશુઓ અને પંખીઓ તથા મનુષ્યનું કલ્યાણ કરનારાઓને
For Private And Personal Use Only