________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
અધ્યાત્મ મહાવીર વિના બાળ જીવેએ પડવું નહીં. સૌએ પિતાની શક્તિ વગેરેની તુલના કરી તીર્થસેવા અને તીર્થયાત્રામાં પ્રવૃત્તિ કરવી. આજીવિકાદિ કારણોની દષ્ટિએ દેશ, રાજ્ય, ભૂમિ, વ્યાપાર, અન્ન, ક્ષાત્રબળ, ક્ષેત્ર વગેરેનું રક્ષણ કરવું તે પણ તીર્થયાત્રા છે. વ્યાવહારિક તીર્થયાત્રામાં સમાજના સંબધે જે આત્મભેગ આપવો પડે તે અધિકારદશાએ આપવો જે કાળે જે જે તીર્થની ઉપગિતાની ઘણી જરૂર હોય તે કાળે તે તે તીર્થોની વિશેષ પ્રકારે સેવા કરવી. સમાનધર્મીઓની સેવાભક્તિમાં મારી સેવાભક્તિ જેવી બુદ્ધિ તથા પ્રવૃત્તિ ધારણ કરવી. ઉપકારી ગુરુમાં અને મારામાં અભેદભાવ તથા એકતા અનુભવવી.
સર્વ પ્રકારનું દૈહિક, વાચિક, માનસિક તથા આત્મિક બળ પ્રગટાવવું એ બળતીર્થયાત્રા છે.
આત્માની પૂર્ણ જ્ઞાનદશા થયા બાદ પણ જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી ઉપદેશાદિક સત્કર્મરૂપ તીર્થને પ્રકાશ કરવો.
ભવ્યાત્માઓ! જંગમ અને સ્થાવર તીર્થોની યાત્રા કરે. તમે સર્વે યાત્રિકે છે. આગળ વધે. ઇન્દ્રાદિએ કરેલી સ્તુતિઃ
ઈન્દ્રાદિઃ પરમાત્મા મહાવીર દેવ! અમે તમને નમીએ છીએ, પૂજીએ છીએ. આપે જે ઉપદેશ આપે તે હૃદયમાં ધારણ કરીએ છીએ. આપે અનેક પ્રકારના ઉપદેશ આપ્યા. તે પ્રમાણે વતીને ભવ્યાત્માઓ જેમ જેમ આત્મમહાવીરનો અનુભવ કરે છે તેમ તેમ આગળ અનુક્રમે જ્ઞાનપ્રકાશ ખીલતા જાય છે. શાસ્ત્રવાચન તથા શ્રવણ કરતાં આત્મવીરવિશુદ્ધિથી જે જ્ઞાનપ્રકાશ ખીલે છે તેનાથી ઉત્તરોત્તર અનુક્રમિક ઉન્નતિ થયા કરે છે.
હે પ્રભો ! આપે અમારા પર અનંતગણો ઉપકાર કર્યો છે. આપ પરમેશ્વરના સ્વરૂપને, ઉપદેશને તથા ચારિત્ર્યને જેઓ માનતા
For Private And Personal Use Only