________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બેધ
૨૩૭ વિષયસુખમાં વિષબુદ્ધિ થયા વિના સત્ય સુખ મળવાનું નથી. માટે હે ભવ્યાત્માઓ! વિષયોમાં મૂંઝાશે નહીં. કેઈનું દિલ દુખવે નહીં. સત્તા, લક્ષ્મી, વિદ્યા, શરીર, બળ વગેરેનું જરા માત્ર અભિમાન ન કરે. નિર્દોષ જીવન ગાળે. વિશ્વાસઘાત કરી વિશ્વાસીઓનું બૂરું કરતાં પહેલાં શરીરને અને સ્વાર્થનો મેહ ઉતારી મારુ દયાન ધરે, પાપ કરવાના વિચારને એકદમ આચારમાં ન મૂકો. જેવાં કર્મ તે પ્રમાણે જ ઊંચનીચ અવતાર લીધા કરે છે. ઈન્દ્રાદિકની પદવીથી હર્ષ કે અહંકાર ન કરો અને કીટકના અવતારથી શેક ધારણ ન કરો. બાહ્ય સાંસારિક લાભમાં કે અલાભમાં, સુખમાં કે દુઃખમ, જીવનમાં કે મરણમાં, સ્તુતિમાં કે નિદામાં, આરેગ્યમાં કે અનારોગ્યમાં સમભાવે વર્તે.
બાહ્ય દુનિયામાં ગમે તેવા સંજોગોમાં મને ભૂલે નહીં અને મારા ઉપદેશ પ્રમાણે વર્તવામાં આખી દુનિયાના ચક્રવર્તી ઓ. અને ઈન્દ્રો વગેરે દુખ આપે તે પણ સહન કરે, પરંતુ સત્ય ચારિત્રથી વિમુખ ન બને. ઇન્દ્રાદિકે પણ પિતાની સત્તા અને શક્તિનો દુરુપયોગ કરે છે, તો તેઓને પણ મારી આજ્ઞા પ્રમાણે અશુભ કર્મના વિપાકે ભેગવવા પડે છે. મારા શુદ્ધાત્મપદ કરતાં જેઓ વિષયના રાગી છે તેઓ સત્યજ્ઞાની નથી. હિતશિક્ષા
જેઓ મારા નામથી, મારા ધર્મના વિશ્વાસથી લોકોને છેતરે છે તેઓને દુઃખરાશિ ભેગવવારૂપ શિક્ષા મળે છે. જેમાં મારા નામના સમ ખાઈને લેકોને વિશ્વાસઘાત કરે છે તેઓ રેઈ રોઈને નરકાદિ ગતિનાં દુઃખ ભેગવે છે. જેઓ મારું નામ ભજીને તેને દુરુપયોગ કરી લોકોની હિંસા, પાયમાલી, જુલ્મ કરે છે તેઓ દુર્ગતિ પામે છે. જેઓ શરણે આવેલાઓનો ઘાત કરે છે અને મારી ભક્તિને લક્ષમી આદિ માટે વેચી નાખે છે તેઓ મહાદુઃખ પામે છે. જેઓ સ્વાર્થ, ભય, વિષયસુખ,. ભ્રષ્ટબુદ્ધિ વગેરેને વશ થઈને
For Private And Personal Use Only