________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
અધ્યાત્મ મહાવીર
કલ્યાણ માટે છે. તમારી પાસે આવનારા અને રહેનારાઓને ધર્મમાર્ગમાં સહાય આપો. મનમાં આત્માની શુદ્ધતાની ભાવના ભાવે. જડ પદાર્થોનો આહારદિકરૂપે ખપ પડતો ઉપગ કરો, પરંતુ આજીવિકાદિ સાધનામાં મૂંઝાઓ નહી તેમ જ વિવેકથી તેઓનું રક્ષણ કરો. અસુરો પર જય મેળ અને સુરી શક્તિઓને પ્રગટાવો.
કલિયુગમાં સંઘબળથી સર્વ પ્રકારની શક્તિઓનો પ્રકાશ થશે. કલિયુગમાં જે કલિયુગ પ્રમાણે વર્તશે તેઓ જૈનોનું અસ્તિત્વ જાળવી શકશે. જે કાળે જે કરવા ચોગ્ય હોય તે કરો. જે દેશમાં જે કરવા યોગ્ય હોય તે કરો. તમારી ફરજો બજાવવામાં અમર આત્માને ખ્યાલ કરીને પ્રવર્તે. ગમે તેવા સંકટમાં ઉદાસીનતા, શેક કે નામર્દીને દૂર કરે.
ગૃહસ્થાશ્રમીઓએ ગૃહસ્થાશ્રમ ચાલે તેવી રીતે વર્તવું, પરંતુ ગૃહસ્થાશ્રમમાં રહીને ત્યાગીએાના એગ્ય જે ધાર્મિક વિચારો ને આચારો છે તે પ્રમાણે પ્રવર્તવું નહીં. ગૃહસ્થાશ્રમમાં જેએ રહેવા છે તેઓએ ગૃહસ્થાશ્રમમાં રહેવું. ગૃહસ્થાશ્રમમાં કમગીઓ બને છે અને સ્વાધિકારે કર્મો કરે છે તેઓ છેવટે મુક્તિપદ પામે છે. પિતાપિતાના અધિકાર પ્રમાણે પ્રવર્તી અને બીજાઓના અધિકારમાં માથું ન મારે. વિકારના પશુબળને તાબે ન થાઓ. વૃદ્ધોની સેવા કરો. નિયમિત આહાર કરે અને વૈદકશાસ્ત્રોનું જ્ઞાન કરી અનેક રોગો ન પ્રગટે એવી રીતે પ્રથમથી વર્તો.
ગૃહસ્થાશ્રમને ચગ્ય ગર્ભાધાનાદિક સંસ્કારો જીવતી ભાષાએના શબ્દો વડે સમજી-સમજાવી કરો. સર્વ બાબતેના વ્યવહારમાં પ્રામાણિક રહે. કોઈને વિના કારણે હેરાન ન કરો. સર્વ સારી બાબતે માં બેલ્યા પ્રમાણે વર્તે. મારા નામથી ગર્ભાધાનાદિક સર્વ સંસ્કારો કરો, કરે અને કરતાની અનુમોદના કરો.
પડેશીઓને પ્રથમ કેળવો અને સર્વ પ્રકારની સહાય આપો.
For Private And Personal Use Only