________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૭
લોકાંતિક દેવ અને ઋષિઓનું આગમન અનેક નયસાપેક્ષ જૈનધર્મની અનેક નયસાપેક્ષ પૂર્ણ સત્યતાને અનુભવ આવે છે. તેથી મિથ્થાની પ્રવૃત્તિ ટળી જાય છે.
આત્મજ્ઞાન વડે સમ્યગ્દષ્ટિ ખીલ્યા પછી તેવા આત્માઓ સર્વ પ્રકારના અશુભ વિચારો અને આચારથી ગૃહસ્થાવાસમાં દેશ થકી વિરામ પામે છે અને આત્મામાં દેશ થકી વિશેષ પ્રકારે રુચિ, પ્રેમ, રતિ ધારણ કરે છે. આત્મપ્રેમને દેશ થકી ચારિત્રમાં મૂકે છે. પશ્ચાત્ તેઓ પાંચમી ભૂમિકાની ઉપર રહેલી છઠ્ઠી ભૂમિકામાં પ્રવેશીને રાજગાદિ વેગે, ભક્તિ, જ્ઞાન, ક્રિયા વડે આત્મામાં સર્વથા પ્રેમી બને છે. આત્મામાં પ્રેમદશા સર્વથા પ્રગટે છે તેથી તેઓ મન, વાણી, કાયાથી આત્માને ઉદ્દેશીને ઉત્સર્ગ–અપવાદથી પ્રવર્તે છે. તેઓ પ્રશસ્ય કષા કરે છે. અપ્રશસ્ય કષા અને પ્રવૃત્તિઓને અનુપગથી કદાપિ કરે છે તે પાછા પ્રતિક્રમણ કરીને આત્મામાં પૂર્ણ પ્રેમથી વર્તે છે અને સ્વાધિકારથી બાહા. કર્તવ્યક વગેરે કરે છે.
- છઠ્ઠી ભૂમિકાથી ત્યાગીઓને એગ્ય આંતરદશા શરૂ થાય છે. સાતમી ભૂમિકામાં આત્માની આજ્ઞા પ્રમાણે મન વિચારે કરી શકે છે. તેથી સર્વ પ્રકારના પ્રમાદે આવતા અટકી જાય છે. જ્ઞાનયોગથી આત્મામાં સ્થિરતા વધતી જાય છે. તેથી આત્માઓ અપ્રમત્ત. બનીને બાહ્ય વિશ્વમાં વતે છે અને કર્તવ્ય કાર્ય કરે છે. તે ધ્યાન સમાધિમાં મગ્ન થાય છે.
જ્યારે આત્મા અપ્રમત્ત બને છે ત્યારે તે મનમાં અહંકારાદિ દોષોને પ્રગટાવતાં જ વારે છે. આત્મા બાહ્ય લબ્ધિઓ અને કેવલ આત્મલબ્ધિઓને દુરુપયોગ કરતા નથી અને અઠ્ઠાવીસ લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં તે અહંકારી બનતું નથી, પ્રમત્ત. બનતું નથી. આવી સાતમી અપ્રમત્ત ભૂમિકાથી આગળ તે અપૂર્વ ચોગશક્તિવાળી આઠમી ભૂમિકામાં પ્રવેશ કરે છે.
For Private And Personal Use Only