________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૬૩ વિશ્વનું કલ્યાણ થાય એવી રીતે તે તે દેશકાલાનુસારે પ્રવૃત્તિ કરશે. મારી પાછળ થનારા ધર્માચાર્યો હદયમાં મારી શુદ્ધ જ્ઞાનપ્રેરણાએ ઝીલશે તો તેઓ તે કાળમાં ધર્મના વિચારે અને આચારોમાં થયેલી મલિનતાને દૂર કરશે. ધર્મની પરંપરાના પ્રવાહમાં મલિનતા આવે છે તેને મહાત્માઓ દૂર કરે છે અને સત્યને પ્રકાશ પાડી અજ્ઞાનરૂપી અંધકારને પણ હઠાવે છે.
મારી પાછળ થનારા ગૃહસ્થત્યાગીઓને સર્વ વિશ્વમાં સર્વ પ્રકારના યાનથી જલ, થલ કે આકાશમાગે વિચરવાની આજ્ઞા છે. જે જે વખતે જે જે ગૃહસ્થત્યાગી આચાર્યો થશે તેઓને તે તે દેશકાલાનુસારે ચારિત્રક્રિયાઓમાં, આચામાં પરિવર્તને કરવાની સંઘના બળ અને તેની પ્રગતિની અપેક્ષાએ આજ્ઞા છે. દેશકાલ, આજુબાજુના સંજોગે, ઉત્સર્ગ–અપવાદ, આપત્કાલધર્મ વગેરેને ધ્યાનમાં લઈ ધર્મના આચાર-વિચારોમાં દેશ, સંઘ, સમાજ આદિને લાભ થાય એવી રીતે પરિવર્તન કરી શકે છે.
સર્વ પ્રકારની ઉન્નતિના પ્રવર્તક આગેવાને છે. આગેવાને જે આતમબળનો પ્રકાશ કરે છે તે તેઓ વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આગેવાનો સંપીલા, કર્મયોગી, જ્ઞાની, ધ્યાની, સત્યદ્રષ્ટા અને નિષ્પક્ષપાતી હોય છે તો તેઓ પ્રામાણિકપણે વતી પિતાનું, દેશનું, ચતુર્વિધ સંઘનું શ્રેય કરી શકે છે. ચારિત્રબળવાળા આગેવાને હોવા જોઈએ. મારી પાછળ થનારા ભક્ત, રાજાઓ, આચાર્યો, પ્રમુખે જે મારા ઉપદેશ પ્રમાણે વર્તશે તે તેઓ મારી ભક્તિસેવા કરનારા થશે અને તેઓ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરશે.
ભૂતમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં શુદ્ધામમહાવીર ડું તમારા હૃદયમાં સત્તાએ છું, જે સંભારે તેની પાસે વર્તમાનમાં છું અને ભવિષ્યમાં હોઈશ. મારી પાછળ સ્થાપિત થનારા સંઘમાં જે આગેવાન બનશે તેમણે અપ્રમત્તપણે મારી આજ્ઞા પ્રમાણે વર્તવું.
For Private And Personal Use Only