________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ભવની યાદી, ત્યાગાશ્રમમાં વિહાર અને ત્યાંથી દેશના દરેકેદરેક ભાગમાં પ્રભુએ વિહાર કરીને ઋષિ–મુનિઓને આપેલે ઉપદેશ તેમ જ તેના આગલા ભો બતાવી તેમને જે જ્ઞાન આપ્યું તે બધું જ દર્શાવેલ છે. આત્માનું સ્વરૂપ શું છે? આત્માનું રહસ્ય શું છે? પ્રેમભક્તિ કોને કહેવાય? રાજ્યધર્મ શું છે, આંધ્યાત્મિક વિકાસ કેમ થાય ? જ્ઞાની અને અજ્ઞાનીની ઓળખ, આત્માની પ્રભુતા, મૃત્યુ પછીનું જીવન, કર્મનું સ્વરૂપ, વર્ણધર્મવ્યવસ્થા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ–તે બધા વિશે મહાન અને ઉત્તમ જ્ઞાન સર્વ કઈ માટે આપવામાં આવેલ છે.
વિશ્વધર્મના વાડભય જેવા આ ત્રણ ગ્રંથો અદ્દભુત અને ઊંચામાં ઊંચું જ્ઞાન આપનારા છે. ઘણું જ સરળ ગુજરાતી ભાષામાં લખવામાં
આવેલા છે. દરેક મુમુક્ષુ કે જેને મેક્ષની ઇચ્છા હોય તે વાંચીને દુનિયામાં રહેવા છતાં, દુનિયાનાં કાર્યો કરવા છતાં મોક્ષનો અધિકારી થઈ શકે છે તેવું સાબિત કરવામાં આવેલ છે.
દરેક માનવીને આ ગ્રંથ વાંચવા, મનન કરવા અને તેમાંથી મેળવિલા જ્ઞાનને અનુભવમાં મૂકવા હું ખાસ વિનંતી કરું છું.
આત્મા અજર અને અમર છે. અનાદિ અને અનંત છે. અનાદિ કાળથી કર્મના બંધનમાં આવેલ છે અને તેથી જ ચોરાસી લાખ જવ– એનિમાં રખડવું પડે છે. સંસારમાં ક્યાંય સુખ નથી. ધનસંપત્તિ અને સત્તામાં પણ ખરું સુખ નથી. તે બધું અમુક સમય પૂરતું જ છે. અને આખરે બધું છે ડીને દરેક જીવને જવું પડે છે. ખરું સુખ આત્મામાં જ છે તેનો આનંદ પણ શાશ્વત છે. અને જ્યારે કર્મની નિર્જરા કરીને આત્મા પોતાના સ્વરૂપમાં આવે છે ત્યારે તે પરમાત્મા બને છે. એ માટે ગ્ર બનો સંક્ષેપ કરતાં અંતે કર્તા કહે છે કે આત્માને શોધે.
ભગવાન મહાવીરે આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે જણાવેલ છે કે દરેક આભામાં હું છું. તમે મને પ્રત્યક્ષ કરી શકો છો અને તેમ કરવાને માટે જ આ બોધ આપેલો છે. ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં અને દુનિયાનું બધું કામ કરવા છતાં તમે જે તેમાં મોહ ન રાખો તો કર્મયોગી થઈ ને મોક્ષ મેળવી મારી સાથે એક થઈ શકે છે, તેમ સ્પષ્ટ કહ્યું છે.
ચારે વર્ણના માણસોને જે તેઓ ઊંચી ભાવના રાખીને રાગ, દ્વેષ -અને મોહ છોડીને પોતાનું કામકાજ કરે તો નવાં કર્મ બંધાતાં નથી અને
For Private And Personal Use Only