________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૨૫ યોગીઓ, મહાત્માઓ, ભક્તો, સંત, જ્ઞાનીઓ વડે કરાય છે તે પર વિશ્વાસ રાખો. આત્મમહાવીર પ્રભુની સત્તા સર્વત્ર એકસરખી છે. તેનું ધ્યાન ધરે, તેમાં મનને લયલીન કરે એટલે તમને અનંત સુખની દિવ્ય આશા પ્રકાશતી જણાશે.
- નાસ્તિક જડવાદીઓના અનેક કુતર્કો અને સંકટો ઇત્યાદિથી તમે નિરાશ ન બને. સર્વત્ર સ્થાવર-જંગમ પ્રાણીઓમાં આત્મમહાવીરને દેખો. તેઓને પૂજે, સત્કારો, પણ તેઓને ધિક્કાર નહીં. તમારી આશા કદી નિષ્ફળ જવાની નથી. મનની નિરાશાવસ્થામાંથી જ આશાનું દૈવી બળ પ્રકટે છે અને તે અનત સુખને પ્રકાશ કરે છે. મારો ભક્ત વિશ્વમાં આ ભવ તે શું પણ બીજા અવતારોમાં પણ અનંત સુખરૂપ જીવનરસને રસીલે બને છે. તે કરોડે પ્રતિકૂલ પ્રસંગમાં પણ આત્મવીરને વિશ્વાસ છોડતો નથી.
જે નિરાશ બને છે તે મરણને પામે છે અને જે આશા રાખે છે તે અનંત જીવનને પામે છે. નિરાશ થયેલા મનુ સારાં કાર્યો કરી શકતા નથી. તે જીતવાના છેલ્લા પ્રસંગે હારીને પાછા દુઃખને પામે છે. વિજયનું ચિહ્ન આશા છે. કેઈપણ પ્રસંગે મનુષ્ય ! નિરાશ થતા નહીં. તમે પોતે આભાઓ યાને શુદ્ધામાઓ છે. તમારા આભાઓમાં અનંત શક્તિ છે. તમે અનંત વિશ્વને રચવાની સત્તાવાળા છે, તે તમારા આત્મામાં રહેલું અનંત સુખ પામવા માટે કદાપિ નિરાશ ન બને. આશાથી ઉદ્યમી મનુષ્ય વિજયસુખ પામે છે.
કર્મના ક્ત તમે છે અને તેના સંહર્તા પણ તમે જ છે. કાળિયે જાળ રચે છે. તેમાં તે રહે છે અને જાળથી દૂર પણ તે જ થાય છે, તેમ તમે કર્મ–શરીર-પ્રાણદિને રચો છે, તેનું પાલન કરે છે અને તેઓને નાશ કરી તે થકી દૂર જાઓ છે. માટે આત્મામાં અનંત સુખ રહ્યું છે. તેમાં વચ્ચે આવનાર મહાદિ કર્મો
For Private And Personal Use Only