________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
અધ્યાત્મ મહાવીર સાથે હળીમળીને પ્રેમથી ચાલે. ક્રોધના જુસ્સાને પ્રગટતે વારે. વૈરથી વૈર શમતું નથી, પણ પ્રેમથી વર શમે છે. શત્રુઓને ઉપકારથી જીતે. અપરાધીઓને માફીની સાથે સદ્ગુણ બનાવે. જડ વસ્તુઓથી સુખની ખરી રીતે પ્રાપ્તિ થતી નથી, માટે જડ વસ્તુઓ દ્વારા સુખ ભોગવવાની વૃત્તિઓને જીતે આત્મામાં સ્વર્ગ:
સર્વ મનુષ્યોને આત્મજ્ઞાન અને આત્મચારિત્રરૂપ જૈનધર્મનું શિક્ષણ આપો. જ્યારે નવરાશ મળે ત્યારે મારા પર લક્ષ્ય આપે અને જડ વસ્તુઓની ક્ષણિકતામાં નિત્યાત્મમહાવીરરૂપે મને અનુભવે. આ પ્રમાણે ઘરમાં સ્વર્ગ રચે. ઘરને અને જંગલને સ્વર્ગરૂપ બનાવે. સુખ ખરેખર આત્મામાં છે. શરીરરૂપ ઘરમાં રહેલા આત્મામાં અનંત સુખ છે. અનંત દુઃખો પડવા છતાં આત્મામાં સુખને વિશ્વાસ રાખી ધીર બને. મારા સ્વરૂપમાં એટલા અલમસ્ત બની જાઓ કે જેથી દુઃખની બ્રાન્તિ રહે નહીં. 'નિરાશ ન બને?
આત્મા અનંત આનંદમય છે. મહાદિ આવરણને નાશ થતાં આત્માનંદને અનુભવ આવે છે, દેહાધ્યાસ ટળતાં સ્વર્ગીય સુખને અનુભવ આવે છે અને મનદશા ટળતાં અને આત્મદષ્ટિ થતાં આ મનુષ્યદેહે જ આત્માના અનંત સુખને અનુભવ આવે છે. તે માટે પુરુષાર્થ કરે, આલસ્યાને દૂર કરે, પુરુષને અને સંતેનો સમાગમ કરે. સ્વપ્નમાં પણ નિરાશ બનતા નહીં. મારે વિશ્વાસ રાખો. અનંત સુખને અનુભવ જે પામે છે તે બીજાઓને કહી શકે છે, પણ બીજાઓને કથનમાત્રથી અનુભવ કરાવી શકાતું નથી.
મનુષ્યો ! આત્માના સત્ય અને નિત્ય સુખનો અનુભવ જાતે કરે એટલે પછી તમે દેહ અને પ્રાણમાં આસક્તિ કરી શકશે નહીં. આત્મમહાવીરપ્રભુની અનંત ચમત્કારિક શક્તિઓને પ્રકાશ જ્યાંત્યાં
For Private And Personal Use Only