________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર રાખો. જેથી તમે ભાવના કરશે તેવા આત્મસામર્થ્યથી બનશે. પિતાને પ્રભુ ધારનાર પ્રભુ બને છે અને રંક માનનાર ૨ક બને છે. જેવી તમારી દષ્ટિ તેવા તમે છે. તમારા આત્મસામર્થ્યમાં પૂર્ણ વિશ્વાસી બની કર્તવ્ય કાર્યો કરે.
મારા ભક્ત મનુ તમે પરમાત્મમહાવીર બને. તમારા માટે સૂર્ય પ્રકાશે છે, ચંદ્ર પ્રકાશે છે. તમારા માટે આ સર્વ વિશ્વ છે. તેને શુભપચોગ કરો. આ વિશ્વરૂપ વાડીના અને દેહવાડીના તમે માળી છે. તેને સારી બનાવવી તમારા હાથમાં છે. નિયમિત આહાર-વિહારાદિક પ્રવૃત્તિ:
મનુષ્યો! તમે નિયમિત આહાર, વિહાર, ઊંઘ, ધંધા વગેરેની પ્રવૃત્તિ કરે. અતિ આહાર, અતિ મહેનત અને ઉજાગરા વગેરેથી આયુષ્ય ઘટે છે, શરીર ક્ષીણ થાય છે અને મનુષ્યજાત વંશપરંપરાએ નિર્બલ બનતી જાય છે. શરીર ક્ષીણ ન થાય એવી રીતે ચાલવું જોઈએ અને કાર્યો કરવા જોઈએ. સ્ત્રીપુરુષોએ મોટી ઉમરે પ્રજોત્પત્તિ માટે પરસ્પર સંબંધમાં ફક્ત વર્ષમાં એકબે વાર આવવું જોઈએ, કે જેથી લાંબી જિંદગી ગુજારી શકાય અને વૃદ્ધાવસ્થા વહેલી પ્રાપ્ત ન થાય. મનુષ્યએ આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ કે જેથી તેઓનું શારીરિક અને માનસિક આરોગ્ય બરાબર સંરક્ષિત રહી શકે.
તાજી શુદ્ધ હવા, સ્વચ્છ જલ, પ્રકાશ, સાત્વિક ખોરાક અને શોકભય-મહાદિ દુષ્ટ વાસનાઓથી રહિત મન, સાત્વિક આનંદ, નિર્ભય મન અને સાત્વિક ઉત્સાહ તથા પ્રાણાયામથી શરીરનું તથા મનનું બળ વધે છે અને તે કાયમ રહે છે. પ્રવૃત્તિ કર્યા બાદ આરામ લે જોઈએ. શરીરબલ વધારનારી અનેક પ્રકારની રમત રમવી અને ધંધામાં ખુશમિજાજથી પ્રવર્તવું કે જેથી દીર્ધાયુષ્યવાળા મનુષ્ય વંશપરંપરાએ જીવી શકે.
મનુષ્ય શરીર એ દેવમંદિર તુલ્ય છે. તેને વહેલે નાશ ન
For Private And Personal Use Only