________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
અધ્યાત્મ મહાવીર અનેક પ્રકારે પડતી થાય છે.
ગુરુને વિધિથી નમન કરવું તથા દ્રવ્ય અને ભાવથી તેમનું પૂજન કરવું. ગુરુના ઉપકારનો પ્રતિબદલે કરડે ભ લીધા છતાં અને કરોડગણી સેવા કરવા છતાં પણું વળી શકતો નથી. ગુરુને સર્વસ્વનું અર્પણ કરવું અને વિશ્વમાં શુભાશુભ બુદ્ધિ ન રહે, હર્ષ શોક ન થાય, વિશ્વમાં કઈ પદાર્થ શુભ અગર અશુભરૂપે દેખાય નહીં, વિશ્વમાં તથા દેહમાં શુભ પરિણામ તથા અશુભ પરિણામ ન થાય, કેઈપણ જાતને મનમાં ભય ન પ્રગટે એવું પૂર્ણાનન્દ પ્રગટાવનાર આત્મજ્ઞાન મેળવવું.
પુણ્ય અને પાપના પરિણામ વિના પુણ્ય અને પાપ લાગતું નથી અને પુણ્ય-પાપ લાગ્યા વિના અવતારે થતા નથી. વિશ્વમાં કોઈપણ પદાર્થમાં શુભાશુભ બુદ્ધિ રહે નહીં ત્યારે મનનો આત્મામાં લય થાય છે. હર્ષ, શેક, ક્રોધ, મોહ, ચિન્તા વગેરે લાગણીવાળા મનથી મુક્ત આત્મસ્વરૂપમાં રહેવું તે મુક્તદશા છે. સદ્ગુરુદેવ સર્વ પ્રકારની કર્મ પ્રકૃતિરૂપ માયાથી રહિત એવું શુદ્ધાત્મસ્વરૂપ દર્શાવે છે. ક્યા ભક્ત શિષ્યને કયા માર્ગથી મારી તરફ વાળી મારો સાક્ષાત્કાર કરાવે તેનું જ્ઞાન ગુરુને હેાય છે. માટે ભક્તશિષ્યએ ગુરુની આજ્ઞા પ્રમાણે ધર્મકર્મ કરવા અને નિષ્કામપણે ગુરુની સેવા કરવી.
ગુરુની સેવામાં સર્વસ્વનું અર્પણ કરવું અને તેમાં મૃત્યુને ભય તથા જીવવાની વાસના પણ ત્યજી દેવી. ગુરુનું ખરા પ્રેમથી એક ટાપુ (કાર્ય) કર્યું હોય તે તે તથા એકવારનું દર્શન પણ નકામું જતું નથી. ગુરુની સેવાભક્તિથી કઈ કાળે પડવાનું થતું નથી. તે હજારો અને કરોડે પ્રત્યવાને (વિદનોને) દૂર કરીને, આત્મા તે જ પરમાત્મા છે એ અનુભવ કરાવી અનંત દુખને નાશ કરે છે. ચિદાનન્દરૂપ આત્માને અનુભવોઃ
સર્વ પ્રકારની પરતંત્રતા એ જ દુઃખ છે. જ્યાં સુધી મનુષ્યને
For Private And Personal Use Only