________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
અધ્યાત્મ મહાવીર તે જાતને, ગમે તે દેશને, ગમે તે ધર્મને અતિથિ પિતાના ઘેર પધારે તે તેનું વાણીથી સ્વાગત કરવું અને મારા નામના જયઘોષપૂર્વક તેને મારા નામની સાથે નમન કરવું. અતિથિએને મારાં ઉપદેશે અને વચનામૃત સંભળાવવાં. મારા ભક્ત એવા અતિથિઓ પાસેથી મારા કહેલા ઉપદેશે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળવાં. અતિથિએ એ અતિથિના ધર્મો જાળવવા અને અતિથિસેવા પાછી વાળવા આત્મભેગ આપ. જેના ઘરમાં અતિથિને વાસ થતો નથી તેનું ઘર પ્રેતવન જેવું જાણવું. ઘરમાં -લઘુ બાળકે અને બાલિકાઓને પણ અતિથિસેવાનું શિક્ષણ આપવું.
પિતાના ઘેર અતિથિ તરીકે બનેલા મનુષ્ય પાસેથી અતિથિને ચોગ્ય ભોજન કે સેવાના બદલામાં કશું કંઈ લેવું નહીં. અતિથિની સેવાને પ્રભુસેવા પેઠે જાણવી અને તેને પ્રતિ બદલે લેવાની પ્રાણ પડે તે પણ ઈચછા કરવી નહીં. પિતાના ઘેર પધારેલા ગુરુઓ, સન્ત, રાજા વગેરેનું સારી રીતે સ્વાગત કરવું. જેને મીઠા શબ્દથી અતિથિ વગેરેનું સ્વાગત કરતાં આવડતું નથી તે પુરુષે અને સ્ત્રીઓને મૂઢ કે જંગલી જાણવાં. ગૃહસ્થને અતિથિસેવારૂપ મહાધર્મ છે. અતિથિસેવા માટે ગૃહસ્થાશ્રમમાં રહેવાની જરૂર છે.
જેના ઘેર આવેલ અતિથિ પાછો ફરે છે અને અપમાન પામે છે તેના ઘરમાંથી પ્રભુ પાછા જાય છે અને લક્ષ્મી વગેરે દેવતાએથી તે ઘર શૂન્ય થાય છે. જે ઝૂંપડીમાં અતિથિસેવા થાય છે તે ખૂંપડી સ્વર્ગથી મોટી છે.
જે ઘરમાં અને કુટુંબમાં પુરુષ અને સ્ત્રીઓ આનંદમાં રહે છે, મારું ધ્યાન ધરે છે, સંપીલા રહે છે, મારા ઉપદેશ પ્રમાણે વર્તે છે અને અતિથિઓ નાભિના શબ્દોથી આશીર્વાદ પ્રકટાવે છે તે ઘર મહાસ્વર્ગ છે. જે ઘરમાં રહેનારા મનુ આનંદથી અતિથિઓની સાથે મારી ભકિતનાં ગાન ગાય છે તેમાં મારો વાસ છે.
For Private And Personal Use Only