________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ભાવના સ્વર્ગે પ્રગટ્યા કરે છે.
દરેક વસ્તુમાં સૌન્દર્ય છે. સૌન્દર્ય દેખવામાં મેહ નથી, પણું સત્ય જ્ઞાન છે. સર્વેમાં વાસ્તવિક સૌન્દર્ય દેખાથી આત્માની. આગળથી નરક નષ્ટ થાય છે અને તેને સત્યાનંદ પ્રાપ્ત કરવા માટે આત્માને મૂકી અન્યત્ર પરિભ્રમણ કરવાની જરૂર પડતી નથી. વસ્તુને સ્વભાવ તે જ, તેનું સૌન્દર્ય છે. વિષયલાલસા, તૃણું અને. કામગમાં વિકાર છે, તેમાં સત્ય અને સૌન્દર્ય નથી. સર્વત્ર એકસરખી એકતાને સાક્ષાત્કારાત્મક અનુભવ થવાથી મારાતારાપણાને. ભેદભાવ ટળવાની સાથે ભય, ખેદ, લજજા, નીચતા અને સર્વ પ્રકારના ભેદભાવને નાશ થાય છે.
સર્વ વિશ્વમાં પિતાને એકાત્મભાવે દેખે. શરીર, પ્રાણ અને કર્મભેદને સ્વપ્નવત્ મિથ્યા માનીને આત્માને આત્માઓ. સાથે એકતાથી રસ અને બાહ્ય સ્વાર્થોમાં જ સુખ છે એવી મિથ્યા, બુદ્ધિને ભૂલે. આજીવિકાદિ સ્વાર્થ જીવનનાં કર્મો કરે, પણ અંતરમાં સર્વ વિશ્વની સાથે એકતા અનુભવો. એકતાથી સ્વપરદુઃખપ્રદ અનેક સુદ્ર ભેદ-કલેશને નાશ થાય છે, એમ તમને એકતાના પૂર્ણ સંયમથી અનુભવાશે. કેઈક સુંદર વન, બાગ, રમણીય પ્રદેશમાં મારા નામના જાપ પૂર્વક મારા સ્વરૂપમાં એકતાથી ચાળીસ દિવસ સુધી રાત્રિદિવસ લયલીન બની જાઓ, એટલે તમો મારી સાથે પ્રેમ, પ્રભુતા, સુંદરતા અનુભવશે. મારા સ્વરૂપનાં દર્શન પામી એકતા કરી શકશે અને પરિપૂર્ણ અખંડાનંદના જોક્તા બની શકશે.
ચાળીસ દિવસ સુધી મારું ધ્યાન ધરે. ગમે તે આસને બેસે. મૌન ધારો. કોઈના શબ્દો સાંભળો નહીં. તમને પહેલાં દસ દિવસ સુધી ભેદ, ખેદ, દુખ દિને સ્વપ્નાદિ દ્વારા અનુભવ થશે. પશ્ચાત્ અન્ય દસ દિવસ સુધી ભેદદશાને ખ્યાલ રહેશે. પશ્ચાત્ અભેદભાવના સંસ્કારનું પ્રબલ જેર જામશે. પશ્ચાત્ નામરૂપને મોહ ઊતરશે. પશ્ચાત્ મારા સૂક્ષ્મ ભુવનમાં અનેક વિશ્વરૂપાદિ
For Private And Personal Use Only