________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર શુદ્ધનૈશ્ચયિક દૃષ્ટિએ જડ દ્રવ્યને આત્મામાં પ્રવેશ થતો નથી અને આત્મદ્રવ્યનો જડમાં પ્રવેશ થતો નથી. તેથી કોઈ દ્રવ્ય કઈ દ્રવ્યને વિનાશ કરી શકતું નથી, એમ મહાદેવી સત્યરૂપા! તારા હદયમાં નિશ્ચય કરીને વ્યવહારદષ્ટિ પ્રમાણે સર્વ કર્તવ્યકર્મો કર અને અંતરથી નૈશ્ચયિક દૃષ્ટિના ઉપગરૂપ મારી શુદ્ધ લયલીન પ્રેમભક્તિ ધારણ કર, કે જેથી મને વૃત્તિઓની મધ્યે પરમાનંદ રસરૂપ પિતાને અનુભવી શકે અને તેથી પ્રસન્નમુખ, આનંદની છાયાવાળી તથા આનંદરસથી નીતરતા અંગવાળી થા.
બંધવૃત્તિ અને અબંધવૃત્તિ એ બન્નેને મારા નિર્વિકલ્પ શુદ્ધાત્મમહાવીરસ્વરૂપમાં સદ્ભાવ તે નથી તથા એ બનેનો મારા સવિકલ્પસ્વરૂપમાં શુદ્ધ પ્રેમથી મસ્ત અને લયલીન બનેલા જૈનમાં સદ્ભાવ હોતો નથી. તેથી તેમાં હિંસા અને અહિંસા લૌકિક દૃષ્ટિના આરોપે છે, પણ વસ્તુતઃ નથી, એમ શ્રી સત્યરૂપાદેવી! જાણ અને હિંસા-અહિંસાનો વિવેક કરી જે કાળે જે દૃષ્ટિએ વર્તવું પડે તેમ હતું. દેશ, ચતુર્વિધ જૈનસંઘ અને રાજ્યાદિકની ઉન્નતિની સર્વ પ્રકારની દષ્ટિએ જાણે સ્વપરના હિતાર્થે સર્વ દષ્ટિઓની પ્રવૃત્તિઓને સંચાર કર.
મહાસતી સત્યરૂપાદેવી! મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ રાખનારાઓ ગમે તે કાલમાં, ગમે તે દેશમાં, ગમે તે ઝડતુમાં, ગમે તે વયમાં ચોગ્ય એવી અહિંસાબુદ્ધિને પામે છે અને તેથી તેઓ આધ્યાત્મિક, માનસિક, શારીરિક, સામાજિક બળ-કળને પામે છે. પરિણામે તેઓ સર્વ પ્રકારનાં ભને અને દુઃખને તરી જાય છે. સર્વ પ્રકારની દેશિક અને સામાજિક વિરાટ શક્તિઓની હિંસા તે હિંસા છે. જેઓ ધમ્યયુદ્ધાદિક પ્રસંગમાં મૃત્યુથી બીએ છે તેઓ સંઘ, સમાજ, ધર્મની હિંસા કરનારા બને છે. સર્વ પ્રકારની દૈશિક, સામાજિક, નૈતિક અશક્તિઓની અને પરતંત્ર પ્રવૃત્તિઓ તેમ જ દુર્ગુણેની હિંસા કરે છે તેઓ સત્ય જૈનો છે. અશક્તિઓને
For Private And Personal Use Only