________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(C) નિમિત્ત માત્ર
સારા કાર્યોના નિમિત્ત થવું, એ પણ સદ્ભાગ્યની નિશાની છે. પૂરાં પુણે એ સાંપડે છે. એવું એક સદ્ભાગ્ય આજે મને સાંપડયું છે, ને એ માટે હું મારા જીવનને કૃતકૃત્ય માનું છું..
ધર્મ અને સમાજની ઉન્નતિ માટે સદા ઝંખનાર, યોગ અને અધ્યાત્મને સંજીવની મારનાર, જૈનધર્મને વિશ્વધર્મ પ્રસ્થા પિત કરવા ઈચ્છનાર, આચારે અહિંસા ને વિચારે અનેકાંતને સક્રિય કરનાર પરમ પૂજ્ય મારા દાદા ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પિતાના જીવનકાળમાં એકસો આઠથી વધુ અમર ગ્ર રચ્યા હતા, ને ધર્મન્સમાજને ભેટ ધર્યા હતા.
મૃત્યુંજયને પિતાના અવસાનની અંતર–ખબર આવી હતી. છેલે “કાપનિક અધ્યાત્મ મહાવીર” ગ્રંથ અજબ શિલીમાં લખી રાખ્યું હતું, પણ પ્રગટ કર્યો ન હતો. તત્કાલીન સમાજની આળી લાગણીઓને ખ્યાલમાં રાખી એ યુગદ્રષ્ટાએ પોતાના અવસાન પછી પચ્ચીસી વીતે પ્રગટ કરવાનો આદેશ આપ્યો હતો.
પચ્ચીસી પૂરી થઈ. સ્વ. સૂરીશ્વરજીનું જીવનચરિત્ર - નિષ્ઠ આચાર્ય શ્રી જયભિખુ ને સ્વ. પાદરાકરની કલમે બહાર પડયું. શ્રી મણિલાલ મો. પાદરાકર, શ્રી. મંગળદાસ તા. ઝવેરી, શ્રી. ચંદુલાલ ન. ભાખરિયાએ ને સ્વ. સૂરીશ્વરજીના બાળગોઠિયા, શ્રદ્ધા મૂર્તિ પરમ શ્રાવક શ્રી. લલુભાઈ કરમચંદ્ર દલાલે આ ગ્રંથ પણ પ્રગટ કરવાને નિર્ણય તેમાં જાહેર કર્યો હતે.
અ-૧
For Private And Personal Use Only