________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લગ્નસંસ્કાર
૨૩
છે. ગુણ, કર્મ, સ્વભાવથી વિપરીત એવા લગ્નથી જે પ્રજોત્પત્તિ થાય છે તે દેશ, સમાજ, સંધ, રાષ્ટ્ર, ધર્મને હાનિ કરે છે.
સ્વયંવર લગ્નની એગ્યતાવાળાં પુત્ર અને પુત્રીઓને તે પ્રમાણે વર્તવાની છૂટ છે, અને તેઓને તેમાં પ્રતિબંધતા ન કરવી જોઈએ. પૂર્વભવના પ્રેમસંબંધથી બાળક અને બાલિકાઓ એકબીજાને ખરા જિગરથી ચાહીને લગ્ન કરવા પ્રવૃત્તિ કરે છે. તેથી તે લગ્ન સુખકારી નીવડે છે. વીસ વર્ષની ઉપરની ઉમરવાળાં બાળકે અને બાલિકાએ વિદ્યામાં કુશળ થાય છે અને પશ્ચાત્, એકબીજાનાં ગુણકર્મને ઓળખી શકે છે. તે સમયે માતા અને પિતા વગેરેની સલાહથી જે લગ્ન થાય છે તે દેશ, સમાજ, રાજ્ય, સંઘ વગેરેની ઉન્નતિ કરનારાં થાય છે. મારા પર વિશ્વાસ રાખનારા સર્વ પ્રેમીલેકેએ મારા ઉપદેશાનુસાર લગ્નની પ્રવૃત્તિ કરવી જોઈએ. લગ્નની ગ્રંથિથી સંબંધિત થયેલાં સ્ત્રીઓ અને પુરુષેએ પરસ્પરના આત્માનું ઐક્ય અનુભવવું જોઈએ.
શુદ્ધ પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનું સ્વરૂપ મારું છે. મારા સ્વરૂપમાં જે મળે છે, તેઓ પરસ્પરના શુદ્ધાત્મારૂપ મને દેખવા સમર્થ થાય છે. આત્માઓના શુદ્ધ સ્વરૂપ અને મારા સ્વરૂપનું સામ્ય છે, અને તે સામ્યની ઐક્યદશામાં સમષ્ટિના આત્માઓને એકાત્મરૂપે અનુભવ આવે છે. શુદ્ધ પ્રેમભાવના બળે જ એમ બને છે.
જ્યારથી પરમાર્થદશા પ્રગટે છે અને આત્મસમર્પણની ભાવનાને કરણમાં મૂકવામાં પ્રાણને પરપોટા જેવા સમજવામાં આવે છે, ત્યારથી દેહલગ્નની સાથે રહેલું આત્મલગ્ન પરસ્પરમાં પ્રગટી શકે છે. લક્ષ્મી વગેરે બાહ્ય જડ અદ્ધિના સંબંધમાંથી ઉદ્ભવેલું લગ્ન એ જડલગ્ન છે. ફક્ત શરીરસૌંદર્યથી થતું લગ્ન દેહ-જડ લગ્ન છે, મનથી થતું લગ્ન માનસિક લગ્ન છે અને જે આત્માનું પરસ્પર લગ્ન તે આત્મલગ્ન છે.” લગ્નના પ્રકારો :
કામની તૃપ્તિને માટે થયેલાં લગ્ન તે પશુલગ્ન ગણાય
For Private And Personal Use Only