________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૦
અધ્યાત્મ મહાવીર
ગુરુની સેવાભકિતના પ્રતાપે હૃદયની શુદ્ધિ કરી શકશે, અને તેથી જ જેનો આપનો સાક્ષાત્કાર કરી શકશે. જે ભકિત કર્યા વિના નિગમ-આગમને વાંચશે, ચર્ચા કરશે, અતીન્દ્રિય તેની ચર્ચા કરશે, તે દેવગુરુની ભક્તિ દ્વારા હૃદયની શુદ્ધિ કર્યા વિના નથુરા અને નગુણ રહેશે. આપ પરબ્રહ્મમહાવીર પ્રભુ પર કલિયુગમાં વિતર્કવિવાદરહિત જે પૂર્ણ પ્રેમ અને પૂર્ણ શ્રદ્ધા ધારણ કરશે અને એક સદ્ગુરુ અંગીકાર કરી અને તેને સર્વસ્વનું અર્પણ કરી તેની આજ્ઞા પ્રમાણે ગૃહસ્થાવાસમાં અગર ત્યાગવાસમાં ચાલશે, તેને સર્વ ધર્મશા સવળા પરિણમશે. તે વ્યાવહારિક કે ધાર્મિક સર્વ કર્મો કરવા છતાં આશ્રવના હેતુઓને સંવરરૂપે પરિણુમાવશે. તેનું ચિત્ત ઠરેલું રહી છેવટે આપના સ્વરૂપને પામશે.
આપે અમુક તો કહ્યાં છે તેઓને ગણી કાઢવા માત્રથી, અથવા ધર્મશાસ્ત્રોનાં ગદ્યો કે પદ્યો મુખે કરવા માત્રથી આપની ભકિત વિના જનો કલિયુગમાં વાચિક અને શુષ્ક જ્ઞાની થશે. તે આપનાં બતાવેલાં ધર્માનુષ્ઠાનોનો પૂર્ણ પ્રેમ વિના જે ઉપાડવાથી જડ જેવા થશે. તે જે આપના પર અને આપના અભેદરૂપ ગુરુ પર પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ મૂકી, તેને સર્વસ્વ અર્પણ કરીને ગમે તે અવસ્થાના ગુણકર્મોથી વર્તશે, તે તે આપના શુદ્ધાત્મમહાવીર પરમાનન્દને પામશે, અને તેથી સર્વ ખંડના લેકે સ્વતંત્ર પવિત્ર જીવન ગાળનારા બનશે. આપ સર્વ કાલના મહાકાલ છે. અકાલરૂપ આપને - જે ભજે છે તે મૃત્યુ અર્થાત્ કાળથી નિર્ભય બને છે.
શ્વેતદ્વીપવતી ઋષિઓએ આપની ભકિત માટે મૂર્તિ બનાવી છે અને કલિયુગમાં આપની ભકિતના ગ્રન્થનો તેઓ ગુપ્તરૂપે પ્રચાર કરશે શાંડિલ્ય ઋષિના વંશજો અને વાલ્મીકના વંશજો આપની કલિયુગમાં ભક્તિ પ્રચારશે. અત્રિ ઋષિના વંશજો, પાણિનિ ઋષિના વંશજે કલિયુગમાં આપની ભકિતને પ્રચાર
For Private And Personal Use Only