________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
અધ્યાત્મ મહાવીર
નથી. મારી આજ્ઞારૂપ કુદરતથી પ્રતિકૂળ ન ચાલે. સર્વ પદાર્થો, સર્વ દ્રવ્ય સ્વધર્માનુસારે પ્રવર્તે છે. તે પ્રવર્તન જ મારી આજ્ઞા રૂપ જાણવું. દ્રવ્યમાત્રના જે ઉત્પાદ-વ્યય થયા કરે છે તે મારી આજ્ઞા જાણવી. ગરીબ લોકોની હાય કદી ન લે અને ગરીબ લેકે પર થતો જુલ્મ દૂર કરવા તમારી સર્વ શકિતઓને વ્યય કરે.
“મારા માટે પશુઓનું અગ્નિમાં બલિદાન કરવાની જરૂર નથી. જે મનુષ્ય મારાથી ગુપ્ત રાખવા કંઈપણ વિચાર કરે, તે તે એકક્ષણ માત્ર પણ મારાથી ગુપ્ત રહી શકતો નથી. સર્વ લોકોનાં ગુપ્ત શુભાશુભ કર્મોને હું જાણું છું. જેઓ મને હૃદયમાં સ્મરે છે, તેઓ પાપકર્મોના પશ્ચાત્તાપરૂપ પ્રતિક્રમણ કરીને હૃદયશુદ્ધિ કરે છે. જે મારી સન્મુખ અભિક્રમણ કરે છે, તે મારા પર પૂર્ણ પ્રેમ ધારી પૂર્ણ નિર્ભય બને છે. મારા ભક્તોના અનંત ભવનાં કરેલાં અનંત પાપે એક ક્ષણમાત્રમાં નષ્ટ થાય છે એમ, મારા પૂર્ણ પ્રેમી મહર્ષિએ ! તમે વિશ્વમાં જાહેર કરો અને મારા સંદુપદેશને ગ્રન્થ લખી અમર કરે. અનેક પ્રકારે મારાં સૂક્તોને સર્વ વિધવતી મનુષ્યની આગળ ધરો, કે જેથી તેઓ મુક્ત અને સુખી બને.
જે આપમતલબી છે અને મારું ભજન કરે છે, પરંતુ દેશ, સંઘ, ધર્મ, સંત, સમાજ આદિ માટે આંખ આડા કાન કરે છે, તે એટલે મને વહેલે પ્રાપ્ત કરવા ધારે છે તેટલે જ હું તેને મેડો પ્રાપ્ત થાઉં છું. મને જે શીધ્ર મેળવવા ઈચ્છતા હોય તેણે મારા જૈનો માટે જીવવું અને સર્વ કર્મો કરવાં. મારા ભક્ત જેનોને જે સર્વ સમર્પણ કરે છે, તે અને સર્વસ્વનું અર્પણ કરે છે. તે જેટલાં દુખે સહે છે તેટલાં, બકે તેનાથી અનંતગણું સુખને પામે છે. જે જે વસ્તુઓનું કે શક્તિઓનું તે બીજાને દાન કરે છે, તે તે વસ્તુઓને અને શક્તિઓને એ નવા રૂપમાં અનંતગણું પ્રાપ્ત કરે છે. જેઓ અન્ય મનુષ્યના ઉદ્ધાર માટે એક શુભ સંકલ્પમાત્ર કરે છે તેના પરિણામે અનંતગુણ શુભ સંકલ્પ પામે છે.
For Private And Personal Use Only