________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદ અને વેદા
૪૬૫ જીવને વિશ્વશાળામાં સુખ-દુઃખના શિક્ષણમાંથી જ્ઞાન પ્રગટાવી આગળ ચઢાવે છો.
“આપને જેઓ સર્વ મનુષ્ય વગેરેનાં હૃદયમાં મહાવીરશક્તિપણે માનતા નથી તેઓ નાસ્તિક છે. તેઓ ગુરુઓમાં અને આપમાં ભેદ માની અંધકારમાં પ્રવેશ કરે છે. જેઓ આત્મવીરમાં આપની શક્તિઓને પ્રગટાવે છે તેઓ જ્ઞાનના પ્રકાશમાં જાય છે. તેઓ ગુરુમાં અને આપનામાં અભેદ માને છે તથા અભેદપણે વર્તે છે. જેઓ સામાન્ય બાબતોમાં મેહ અને કલેશ કરે છે તેઓ આપના વ્યાપક જૈનધર્મને નાશ કે તિરસ્કાર કરે છે.
“રજોગુણ જેનો અને તમે ગુણી જૈનો વિશ્વમાં રાજ્ય, કેમ, સંઘના વાડ સમાન રક્ષક બને છે. ત્રણ ગુણની ગૌણતા–મુખ્યતાવાળા જેનો વિશ્વમાં સર્વત્ર બાહ્ય રાજ્યાદિકનું રક્ષણ કરવા સમર્થ બને છે. સત્વગુણી જૈનો યુક્તિપ્રયુક્તિની કલાઓથી સર્વ પ્રજાઓને પોતાના તાબે રાખે છે અને મારા સત્ત્વસ્વરૂપની વૃદ્ધિ કરે છે. જેઓ ધર્મ, દેશ, કોમ, સંઘ, રાજ્ય, વ્યાપાર વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન મેળવે છે, તેઓ સર્વકાલમાં આપના આરાધક બને છે.
પ્રભે મહાવીર ! હું મન, વાણી, કાયાથી આપને ભક્ત બને છું. પહેલાં મેં શ્રી નેમિનાથ તથા શ્રીકૃષ્ણની ભકિત ગાઈ હતી. સર્વ તીર્થકરેથી, ઈશ્વરથી કલાએ અનંતગુણ મહાન એવા આપની ભક્તિ મેં સ્વીકારી છે. આપના ગુણગાનથી મને પૂર્ણ આનંદ મળે છે. શ્રીકૃષ્ણ પૂર્વે આપના ગુણ ગાયા હતા અને આપની ભક્તિ પૂર્ણરાગથી સ્વીકારી હતી. અનંતગુણકલાયુકત આપ પ્રગટ થશે તેવું તેમણે મને કહ્યું હતું. હું દેવાનિમાં અવતર્યો છું. અને વ્યાસ ઋષિનું શરીર વિકુવી આપને વંદન કરવા આવ્યો છું.
જે આપનું નામ ભજે છે તેને અનંત ઈકવરે–તીર્થકરેનાં નામનું વજન કરતાં કટિ વર્ષે જે ફળ મળે છે તે ફળ તે એક
For Private And Personal Use Only