________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
અધ્યાત્મ મહાવીર આરહી શકે છે, અને કાને દુરુપગ કરવાથી ગુણસ્થાનકેથી નીચે ઊતરે છે. અશક્ત જૈનેને સકષાય બળની જરૂર છે, પરંતુ આત્મમહાવીરની શક્તિ પામેલા જૈનેને કષાયોની જરૂર રહેતી નથી, કારણ કે તેઓના આત્માઓ આત્મપરબ્રહ્મ શક્તિઓ વડે પ્રકાશિત. થયેલા છે, એમ આપે જૈન ધર્મના સ્વરૂપની વ્યાખ્યા કરી દર્શાવ્યું છે.
વીર્યશકિતવાળા જ જીવી શકે છે. વીર્યવન્ત આત્મમહાવીરરૂપ. આપને પ્રાપ્ત કરી શકે છે. માયાની શક્તિઓને માયાથી પ્રાપ્ત કરાય છે. માયાથી માયાની પ્રાપ્તિ થાય છે. સકષાય પરિણામે જડના. સંબંધવાળી અનેક લબ્ધિ, સિદ્ધિ, ચમકારેને પ્રકાશ થાય છે. મનની સાથે કષાયની પરિણતિ એ માયા છે. માયા જ સ્વર્ગ અને નરક છે. આત્મરૂપ સૂર્યની આગળ માયાનું જોર રહેતું નથી. શુદ્ધાત્મપરબ્રહ્મ. સૂર્ય રૂપ મહાવીર પ્રભુની સન્મુખ ચાલનારાઓની પાછળ માયાની લબ્ધિશકિતઓ સ્વયમેવ પુરુષ છાયાવતુ આવ્યા કરે છે. માયાને આપના સ્વરૂપથી અવેલેકતાં આપ એકલા દેખાઓ છો, ભાવકર્મ, દ્રવ્યકર્મ અને તેના જડ હેતુઓ સર્વે માયારૂપ માતાપણે પરિણમીને વિશ્વને ઉત્પાદ કરે છે. અષ્ટ કર્મ અને તેના એક અડતાળીસ તથા. એક અઠ્ઠાવન ભેદમાં જે પોતાના આત્માને શુદ્ધાત્મવીરરૂપે દેખે છેઅને એકસો અઠ્ઠાવન કર્મપ્રકૃતિને બ્રાન્તિરૂપ માની સર્વ કર્તવ્યકર્મ કરે છે, તેની આગળથી માયારૂપ કર્મના અસંખ્ય પડદાઓ દૂર: થાય છે અને તે શુદ્ધાત્મમહાવીરરૂપ એવા આપ નિરાકાર પ્રભુને દેખે છે.
“આપતું સાકાર અને નિરાકાર સ્વરૂપ જેણે અનુભવ્યું છે તેને આપને મળવા માટે વેદાગમશાસ્રરૂપ ચિઠ્ઠીએ અગર સંદેશા તથા તપજપની જરૂર રહેતી નથી. સ્ત્રીને સ્વપતિ મળ્યા પછી સંદેશા મોકલવાની અગર તાજપની જરૂર રહેતી નથી, તેમ આપ સાકારસ્વરૂપે મળ્યા પછી કશા સાધનની જરૂર રહેતી નથી. આપને. કષાય વડે ભજવાથી અનેક પગલિક અને માયિક લબ્ધિઓ, ચમત્કાર પ્રગટે છે. તેમાં જડ-ચેતનની મિશ્રતારૂપ વિભાવશકિતની
For Private And Personal Use Only