________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૨
અધ્યાત્મ મહાવીર
ચૌદ રાજલેકનાં સૂક્ષ્મ રૂપને અનુભવે છે અને નિર્વિકલ્પ જ્ઞાનરૂપ અલકાકાશને આત્મપ્રદેશમાં દેખે છે.
તેઓ આપની સત-અસત, ઉપચરિત-અનુપચરિત, દ્રવ્યદૃષ્ટિ, પર્યાયષ્ટિ, વ્યવહારદષ્ટિ, નિશ્ચયદષ્ટિ, સત્તાદષ્ટિ, વ્યકિતદષ્ટિ, શકિતદષ્ટિ,પિંડદષ્ટિ, બ્રહ્માંડદષ્ટિ, વ્યાપ્યદષ્ટિ, વ્યાપક-વિરાટદષ્ટિ, એકદષ્ટિ, અનેકદષ્ટિમહિમાદષ્ટિ, સ્વભાવદષ્ટિ, પુરુષાર્થ દષ્ટિ, નિયતિદષ્ટિ, કર્મદષ્ટિ, જડદષ્ટિ, અતિદષ્ટિ, નાસ્તિદષ્ટિ આદિ અનેક દૃષ્ટિવાદ–દષ્ટિને જાણે છે, તેઓ આપમાં તથા વિશ્વમાં સર્વ દષ્ટિઓની એકવાક્યતા અર્થાત્ સાપેક્ષતા અનુભવી, મનરૂપ દ્વિધાભાવને જ્ઞાનરૂપી વધસ્તંભ પર વધ કરી, પુનઃ આત્મમહાવીરજીવને દ્વિજ જીવન પ્રાપ્ત કરે છે અને અપુનર્જન્મદષ્ટિરૂપ તમારી નિશ્ચયદષ્ટિની સૃષ્ટિને પામે છે. પછી તેઓ પુનઃ નીચી દશાની મનોદશાના પર્યાના જન્મ–જરા-મરણભાવને પામતા નથી.
“વિશ્વમાં આપના ભકતોના મનમાં સર્વ દશાના આશયો અને ભાવ પ્રગટે છે. તેઓ ત્યાંથી પસાર થઈ અને દેહસ્થિત વ્યાપક એકાત્મ મહાવીરના રસિયા બની અપુનર્જન્મદશાની દષ્ટિને પામે છે. મન-વાણી-કાયાથી પર એવા આત્મામાં જન્મમરણ નથી. આત્મા અનાદિ–અનંત નિત્ય દ્રવ્ય છે. તેના જ્ઞાનાદિ પર્યામાં ભાસતા પર્યાની અનંત સૃષ્ટિઓ ઊપજે છે અને વિનશે. છે. તેઓના કર્તા-હર્તા–પાલક આત્મમહાવીર પોતે છે, એમ જેઓ અનુભવે છે તેઓને સર્વ બ્રહ્માંડવતી સત્ય જૈનો જાણવા. એવા અનંત જૈનો થયા છે, થાય છે અને થશે. તેઓને સર્વ વેદાન્તના મૂળ બીજ–આધારરૂપ જાણવા.
“પાંચ જ્ઞાનથી, ચૌદ, વસ, અઠ્ઠાવીસ, એકાવન આદિ અનેક જ્ઞાનથી આપને જે અનંત, પૂર્ણ, વ્યાપક અને જ્ઞાનાનન્દરૂપ જાણે છે તેઓ આપનારૂપ જૈનો જાણવા. તેઓને આત્મમહાદેની જીવંત પ્રતિમાઓ જાણવી.”
For Private And Personal Use Only