________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
- “કદાપિ તેઓ પુત્ર અને પુત્રીઓનું અહિત કરવા જાય, તોપણ તેઓના બાલ્યાવસ્થાના ઉપકારોને યાદ કરી તેમનું હિત કરવું જોઈએ. માતાપિતાની આજ્ઞાઓમાં સર્વ વિશ્વની આજ્ઞાઓને સમાવેશ થાય છે. જેમાં માતાપિતાના આશીર્વાદ લેવા સમર્થ થાય છે તે ગુરના શિષ્ય બનવાને પાત્ર બને છે.
મિત્રો! મારા પર મારા માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ રાજાનો અત્યંત પ્રેમ છે. તેથી માતા ત્રિશલા અને સિદ્ધાર્થ રાજા સ્થૂળ દેહે જીવતાં હોય ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર ન કરવી અર્થાત્ ત્યાગી ન બનવું –એવી માતાના ગર્ભમાં મેં સાડા છ માસે પ્રતિજ્ઞા કરી હતી. માતા પ્રેમથી પોતાના બાળકનું શરીર પોષે છે. માતાને અને પિતાને પ્રેમ જેઓએ જાણે છે તે બાળકો માતાપિતાની સેવામાં સર્વ સુખનો ભેગ આપે છે.
“માતાપિતાને કદાપિ વિશ્વાસઘાતથી છેતરવાં ન જોઈએ. તેમની આજ્ઞા માટે સર્વસ્વ અર્પણ કરવું જોઈએ.
“આ અવસર્પિણી કાળમાં મારી પૂર્વે ત્રેવીસ તીર્થંકર થયા. તેમણે જનની-જનકની આજ્ઞા પાળી હતી. માતાપિતાને વિનય કરવાથી તીર્થંકરપદ પ્રાપ્ત કરવાના ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે.
“માતાપિતાની સેવા કરવી એ તપ છે અને એ સંયમ પણ છે. માતાની આગળ અને પિતાની આગળ હૃદયની સર્વ વાત પ્રગટ કરવી જોઈએ. નવરાશે માતાપિતાની પાસે બેસી તેમના દુવિચારરૂપ અમૃતનું પાન કરવું જોઈએ.
“માતા પૃથ્વી સમાન છે અને પિતા મેઘ સમાન છે. કેટલાક પુત્રો સ્વાર્થ હોય છે ત્યાં સુધી માતાપિતાને માને છે અને પછી માતાપિતાને ત્યાગ કરે છે. તે અધમ પુત્ર ગણાય છે.
કેટલાક પુત્રો માતાપિતાની સેવા કરે છે, પણ મનની અંદર માતાપિતાની ભક્તિ હોતી નથી. તે પણ અધમ પુત્રો અને પુત્રીઓ ગણાય છે.
For Private And Personal Use Only