________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાતિવ્રત્ય ધર્મ
૨૭૭
કરવામાં આવ્યું છે અને તેને ઋષિ, મુનિ, બ્રાહ્મણોએ સ્વીકૃત કર્યો છે. લગ્નમહોત્સવ પ્રસંગે શ્રી મહાવીર પ્રભુ અને યશોદાની રૂપ-કાન્તિ–તેજને અપૂર્વ અનંત અંબાર દેખાતું હતું, તે આંખોને આંજી નાખતા હતા.
“ઈન્દ્રાણીઓએ અને રાણીઓએ તથા બ્રાહ્મણ, ક્ષત્રિચાણીઓ અને કષિપત્નીઓએ લગ્નનાં મધુર, અત્યંત રસમય અને અનંતાર્થ વેદગીતે એવાં તે ગાયાં હતાં કે જેથી શ્રોતાઓ જ્ઞાનાનન્દ સમાધિમાં લયલીન બની જાણે સ્વર્ગમાં ફરતા હોય એવા જણાતા હતા.
“જેના તાબામાં સત્તાદિ પ્રકૃતિઓ રહીને સેવિકા તરીકે વર્તે છે એવા શ્રી મહાવીર પ્રભુએ યશોદાના પૂર્વજન્મને અને પિતાના પૂર્વજન્મને સંબંધ બતાવ્યો હતો. પ્રકૃતિની લબ્ધિઓ અને આત્માની અનંત શક્તિઓ પિતાને તાબે રહી શાં શાં કાર્ય કરે છે તેનું સ્વરૂપ વર્ણવી બતાવ્યું હતું.
લગ્નથી ભગાવલી કર્મ કેવી રીતે પકવ થઈ ખરે છે અને બ્રહ્મરૂપ ભગવાન તેમાં કેવી દશાએ સાક્ષી રહે છે, એ સંબંધી સમ્યક્ જ્ઞાનનું માહાસ્ય સારી રીતે સમજાવ્યું હતું.
અમારા વંશના મૂળ મહર્ષિ બૃહસ્પતિએ વેદમાં જે લગ્નરહસ્ય દર્શાવ્યું છે, તથા શ્રી ઋષભદેવના પુત્ર ભરત રાજર્ષિએ જેના વેદમાં જે પવિત્ર લગ્નરહસ્ય દર્શાવ્યું છે તેનો સ્પષ્ટાર્થ કરી બતાવ્યો હતે. ઋષિઓને, બ્રાહ્મણે અને ત્યાગીઓને ભક્તિપૂર્વક યાચિત દાન આપવામાં આવ્યાં હતાં. સર્વ મનુષ્યને સત્કાર કરી વિસર્યા હતા. સર્વ દેશમાં વસંત પર્વને મહોત્સવ ઊજવવા જાહેર ઘોષણા કરાવી હતી.
પ્રભુ પરબ્રહ્મ મહાવીરના પૂર્ણ પ્રેમીઓ અનેક લબ્ધિઓ, શક્તિઓ, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, વિદ્યા, ઋદ્ધિને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only