________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ મહાવીરને લગ્નપ્રસંગ
રહેતું નથી, અને એવા પ્રેમથી શુદ્ધાત્મ પરસરસ પ્રગટ થતા અનુભવાતું નથી.
નાતજાતનો પ્રેમ તે પણ વસ્તુતઃ કલ્પિત પ્રેમ છે. પરસ્પરના આત્માને સ્વાર્થીદિના કોણે કૃત્રિમ પ્રેમના ઉભરાથી ચાહવા એ પણ કૃત્રિમ પ્રેમ છે. કૃત્રિમ પ્રેમીએ દંપતીના વ્યવહાર જેવા મિત્રાદિ કોઈ સંબંધના વ્યવહારને લાયક હોતા નથી. ભા, વિદ્યાના સંબંધે થયેલો પ્રેમ પણ વસ્તુતઃ ઉચ્ચ પ્રેમ નથી, કારણ કે ભાષા, વિહારમાં માતાદિ પડતાં તે મર્યાદાવાળા પ્રેમને અસ્ત આવે છે. દેશ, કુલ, ધર્મ, જાતિ આદિના સંબંધે થયેલા પ્રેમને મર્યાદિત પ્રેમ કહેવામાં આવે છે. મર્યાદિત પ્રેમથી અમર્યાદિત પ્રેમરૂય શુદ્ધાત્મવીરભુમાં ઊંડા ઊતરવાની જરૂર છે. જે પ્રેમ ત્રણે કાળમાં એકસરખો રહે છે અને બાહ્યાન્તર કોઈ વિશેષની જેના પર અસર થતી નથી તે નિત્ય પ્રેમ છે.
“સ્ત્રીઓ અને પુરુષ શરીર અને મનની પેલી પાર રહેલા નિત્ય આત્મપ્રેમને આવિર્ભાવ કરે જોઈએ. જે સ્ત્રી અને પુરુષ એકબીજાની સેવા કરે છે, તેવા પ્રેમને પરમાર્થ પ્રેમ કહેવામાં આવે છે. અજ્ઞાનાવસ્થામાં પરસ્પર પ્રેમના અનુભવ વિના અને એકાત્મરૂપ થયા વિના જે લગ્ન કરવામાં આવે છે તે અજ્ઞાનયુક્ત ભેદ લગ્ન છે. એવા લગ્નથી દેશ, કેમ, સમાજ, સંઘ, ધર્મની ઉન્નતિ થતી નથી. લગ્નથી જોડાયેલ પુરુષ જે -પરસ્ત્રીની સાથે વ્યભિચારકર્મ કરે અને સ્ત્રી જે પરપષની સાથે વ્યભિચાર કર્મ કરે, તે તે વ્યભિચારી લગ્ન અને વ્યભિચારી પ્રેમ જાણવે. જ્યાં પુરુષ સ્ત્રીને અને સ્ત્રી પુરુષને મોહવશ ધિક્કારે છે તે સાત્વિક લગ્ન નથી. તમોગુણ લગ્ન કરતાં રગુણી લગ્ન સારાં, રજોગુણી લગ્ન કરતાં સત્વગુણી લગ્ન સારાં અને સત્વગુણી લગ્ન કરતાં આત્મલગ્ન અત્યુચ છે. જે લગ્નથી દેવ, ગુરુ, ધર્મની સાધના થાય છે અને પ્રભુ મહાવીરની સાથે
For Private And Personal Use Only