________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪ : કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ગંગાનો પ્રવાહ વહી રહ્યો છે. ગંગા નદીનું સ્નાન જેમ મલિનતાને હણે છે તેમ આ ગ્રન્થનાં પ્રકરણ અને પ્રત્યેક પ્રકરણમાં અપાયેલે ઉપદેશ આપણું કમજોરીઓ ક્યાં છે, અને કમજોરીએ. દૂર કરી આત્માને સશક્ત કેમ બનાવ, એ વાતનું ભાન કરાવીને. આત્માની મલિનતાને હણે છે.
ગ્રંથના પાને પાને વેરાયેલાં થોડાંક અદ્ભુત વાક્યોને આસ્વાદ કરીએ
દીન, દુઃખી, ગરીબ, નિરાધાર મનુષ્યને આશ્રય આપો. જોઈએ.” (૧-૧૧)
“જે દેશમાં અજ્ઞાન, વહેમ, નાસ્તિકતા, સ્વાર્થતા, નીચતા: અને કાયરતા છે તે દેશમાં ગુલામે પ્રગટી નીકળે છે. જે સમાજમાં, સંઘમાં સ્વાર્થબુદ્ધિ, વ્યભિચાર, અનાચાર, અનીતિ, હિંસા,, અસત્ય, ચોરી વગેરે પાપની વૃદ્ધિ થાય છે, તે સમાજ યા સંઘનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી.”
“દેશમાંથી અને સમાજમાંથી ઈર્ષ્યા, અહંકાર, દુર્વ્યસનવ્યભિચાર વગેરે પાપને હાંકી કાઢવાં જોઈએ.” (૧-૧૨)
“શરીરમાં વીર્યને સ્થિર કરવા માટે અને કામગના વિકારને દમવા માટે આઠ વર્ષની વયથી કસરત કરવી જોઈએ.” (૧-૧૫)
લગ્ન કરનારા આત્માઓ દેહપ્રેમ કરતાં અનંતગુણ આત્મપ્રેમી બનવા જોઈએ.” (૧-૨૧)
જે લગ્નમાં જડ વસ્તુઓના ભોગપભોગને સ્વાર્થ માત્ર. ધ્યેય તરીકે હોય છે તે જડ લગ્ન છે. (૧-૨)
માતાના અને પિતાના શુભ વિચારોની અને અશુભ વિચારની તેમ જ શુભ આચારની અને અશુભ આચારની ગર્ભ ઉપર અસર થાય છે.” (૧-૩૦)
“રજોગુણી, તમે ગુણી અને સત્ત્વગુણ આહારની અસર શરીર પર થાય છે. શરીરની અસર મન પર થાય છે, અને મનની અસર
For Private And Personal Use Only