________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજનીતિનું સ્વરૂપ
૨૨૩ મનુષ્યને ન્યાયનીતિથી સુખ આપી સંપૂર્ણ સંતોષવા. રાજાઓએ બીકણ કદાપિ ન બનવું અને શુભ કાર્યો કરવામાં મૃત્યુની પરવા રાખવી નહીં. રાજાઓએ દેશ, રાજ્ય, કેમ, સંઘ અને ધર્મની સેવામાં જીવન પૂર્ણ કરવું અને જૈનધર્મની આરાધના કરવામાં જેટલું બને તેટલું સર્વ કરી છૂટવું.
સર્વ વર્ણના જનેએ જૈન રાજાઓને મારા તરફના રાજ્યપ્રતિનિધિ ગણુને માન આપવું અને ધર્મયુદ્ધ પ્રસંગે તેમના ઝંડા તળે રહેવું. જૈન રાજાઓએ મારો ત્યાગધર્મરૂપ જૈનધર્મ ચલાવનાર જૈનાચાર્યોને, ભલે તે વેષ-કિયાદિ બાહ્ય ભેદેથી ભિન્ન હોય તે પણ, હૃદયમાં એકશુદ્ધાદ્વૈત પ્રેમભાવે મારાં ધ્યાન અને ભક્તિ કરનાર હોવાથી સર્વ પ્રકારે સહાય કરવી. ગૃહસ્થાવાસમાં સર્વ રાજાઓ, પ્રજાએ તથા મનુષ્યએ મારા ગૃહસ્થપણાના આચારો અને વિચારને અનુરૂપ જે જૈનધર્મ મેં પ્રરૂપે છે તે પ્રમાણે ચાલવું, એવી મારી હાલ તથા કલિયુગમાં આજ્ઞા છે.
ત્યાગીઓને લાયક જે જૈન ધર્મના આચારે તથા વિચારો છે, તે પ્રમાણે ત્યાગાવસ્થા ગ્રહણ કર્યા પછી વર્તવું.
પૂજ્ય પિતાશ્રી ! આ પ્રમાણે મારી રાજાઓને ઉપદેશ દ્વારા સલાહ છે. તેથી સર્વ વિશ્વની ઉન્નતિ થવાની છે. આમ, પ્રસંગપાન, ગૃહસ્થાવાસમાં જે પ્રમાણે મારે ઉપદેશ જણાવો જોઈએ તે જણાવ્યું છે.
For Private And Personal Use Only