SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯૪) કક્કાવલ સુબે-એ. મૈત્રીભાવના સિદ્ધિ થાતાં,–જગમાં વેરી રહે ન કોય; મૈત્રીભાવના સિદ્ધિ થાતાં-હિંસા બુદ્ધિ રહે ન જોય. ૧૯દ્દા મૈત્રીભાવના સિદ્ધિ થાતાં,–આત્મસમું જગ મન વર્તાય; મૈત્રીભાવના સિદ્ધિ થાતાં,-વ્યક્ત પ્રભુ આતમ જૈ જાય. ૧૯૭ા મનને મિત્ર કરીને આતમ !!, સગુણગણમાં તેને વાવ્ય ! મન જે મિત્રસમું થયું તો પછી-રહેતી નહી ભવદુઃખ જંજાળ. ૧૯૮ મનથી મિત્રો મનથી અમિત્રે, મનથી ઉઠી સે જે જાળ; મનને મારુંતાં મુક્તિ છે, સર્વધર્મમાં એ ખ્યાલ. ૧૯૯૫ મિત્ર કરે !! આતમને આતમ !!, આતમ મિત્ર તે મુક્તિ પાસ; મિત્રાઈ શુદ્ધાતમની શુભ, આતમમિત્રમાં ધર !! વિશ્વાસ. ર૦૦ મિત્રાઈ જે પ્રભુની પ્રગટે, રહે ન મૃત્યુ ભીતિ લેશ; મિત્રપણું આતમનું સાચું,–પ્રગટે તો નહીં રાગને દ્વેષ. ર૦૧ મરવું જીવવું એમાં જેને,-હર્ષ વા શોક નહિ જ લગાર; મરણ જીવનમાં સમભાવી જે-ધન્ય ધન્ય તે નરને નાર. ર૦રા મરવું જીવવું દેહને પ્રાણે, આતમભાવે નહિં લગાર; મરવું જીવવું ધર્માર્થે જ્યાં,- આ ન્નતિ ત્યાં છે નિર્ધાર. ર૦૩ કરવામાં કદિ શેક કરીશ નહિ, મૃત્યુ પાછળ તું છે નિત્ય; મનમાં આ નિશ્ચય રાખી –મનવચ કાયને કરો !! પવિત્ર. ર૦૪ મરવાથી કદિ ડર ! ! નહિ આતમ !!, મૃત્યુ પાછળ આત્મપ્રકાશ, માનો ! જ્ઞાનપ્રતાપે નક્કી, ધારી લે !! પ્રભુનો વિશ્વાસ. ર૦પા મરવું પંડિત મરણે સારું, અજ્ઞાની મૃત્યુ દુઃખકાર; મૃત્યુ પણ મહોત્સવ સમ થાતું,-સંતોને જાણે! ! નિર્ધાર. મારા માને !! સર્વજીને નિજસમ, સર્વ લેકને દે ! સત્કાર; મર્દાઈ ધરી કર!! સત્કાર્યો, માનવભવ એળે નહિં હાર !!. મારા માખીને પણ દુઃખ નહિ દે!!, શત્રુને પણ દે !! નહિં માર; મારદેવને જીતી ચાલે !!, પરમેશ્વર પર ધરીને પ્યાર. ર૦૮ મુસાફરીમાં આગળ ચાલવું, ઉંઘો !! નહિં મારગમાં ભવ્ય !! માનવ !! તું મુસાફર જગમાં, મુસાફરીનાં કર !! કર્તવ્ય. પારકલા For Private And Personal Use Only
SR No.008598
Book TitleKakkawali Subodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy