________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
પૂર્ણ રહી ન જાય, અને તે પછી પાવવાના ચાલતા કામે તેમાં હમેશાં પ્રસંગોનુસાર ઉમેરે કરે જતા હતા. પોતે એવી કવિત્વની પ્રતિભા શકિતવાળા હતા કે કુફ તપાસતાં તપાસતાં ચે તેમાં સેંકડો પંકિતઓ નવીન રચી ઉમેરી દેતા હતા. આમ ગ્રંથના પૂર્ણાહુતિ જે કે ચૈત્ર સુદ ૧૫ ના રેજ થઈ હતી છતાંયે તેમાં ઉમેરે ચાલ્યા કરતો હતો અને શ્રીમદનું સ્વર્ગ ગમન જેઠ વદી ૭ ના રોજ થયું છતાં તેમાં આગલા શુકરવાર સુધી તો આ ગ્રંથમાં નવીન લાઈનો ઉમેરતા જતા હતા ને પુસપણ પોતે જોયા કરતા હતા. નિયમિત રીતે આયુષ્યની છેલ્લી ક્ષણ સુધી પણ સ્વફરજ બજાવ્યા જવાનો, જ્ઞાન ભાકત કરવાની અને ઉપકારક દૃષ્ટિએ ઉચ્ચ અધ્યાત્મજ્ઞાનનો વારસો આપી જવાની પ્રબળ ધગશ શ્રીમદમાં રહી હતી ને તે તેમણે પૂર્ણતયા સફલ કરી છે
સં. ૧૯૮૧ ના વર્ષમાં પોતાની સારી તબીયત હોવા છતાં મૃત્યુ સમય નિકટ જાણે પરવારી લેતા હોય તેમ ગ્રંથમાળાના ૧૦૮ મણકામાં ટુટતા બાવીશ ગ્રંથો એક સામટા શ્રીમદે તૈયાર કરવા માંડ્યા હતા અને સાત સાત પ્રેસ રેકી ગ્રંથ છપાવવાનું કાર્ય શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે ઉપાડયું હતું. અમદાવાદ, ભાવનગર, વડોદરા આદિ સ્થળોમાં આ પુસ્તક માટે મંડળે રેકેલા પ્રેસોના માલીકોએ પણ પૂર્ણ ભક્તિભાવે આ કાર્ય ઉપાડી લીધું હતું. શ્રીમદ્દ પિતે નિયમીતપણે લખવાનું, પ્રફે તપાસવાનું, પ્રસ્તાવના લખવાનું વિગેરે કાર્યો ઝડપથી કરે જતા હતા. આ કાર્ય શ્રીમદ્દના અવસાન પર્યત નિયમીત ચાલ્યું હતું અને તમામ ગ્રંથે પૂર્ણ થઈ રહ્યા પછી શ્રીમદે સ્વર્ગગમન કર્યું હતું. જ્ઞાન લેખન, જ્ઞાનપ્રચાર, જ્ઞાનભક્તિ માટે આવું અનુપમ કાર્ય અવસાન પર્યત આટલી ચીવટથી છતાં અતિ ઉલ્લાસથી આટલું ઝડપથી નવિન રચના કરવા સાથે કોઈએ કર્યાનું જાણમાં નથી.
શ્રીમદે આ ગ્રંથ રચવાની શરૂઆત મધુપુરિ–મહુડીમાં પિસ વદી ૧ રવિવારે કરી હતી. આ ગ્રંથ લખવા માટે એક નોટ વાપરવામાં આવી છે. તેમાં ૫ અક્ષર સુધી તો સંતપ્ત થતાં સુધી શ્રીમદે લખ્યાં કર્યું જણાય છે. પછી ફ થી રી સુધી લખતા ગયા છે અને દરેક અક્ષર ઉપરના લખાણની પુણતી ન કરતાં જ્ઞ સુધી પહોંચી ગયા છે. ચૈત્ર માસ પછી પૂર્ણ સ્વસ્થતાથી કદાચ ગ્રંથ લખો ફાવશે નહી ને શરીરની અસ્વસ્થતામાં વધારે થશે એમ ધારી દરેક અક્ષર પર લખી ચુક્યા જણાય છે કે પ્રસંગોપાત વચ્ચે વચ્ચે પેનસીક તથા શાહીની લીટીઓ ઉમેરાઈ છે. આમ રી અક્ષર પૂર્ણ કર્યો છે અને પ્રશસ્તીની ગાથા ૯ તથા ૧૬ માં તેની પૂર્ણાહુતિ જણાવી છે. છતાંએ લખાણ તો ચાલ્યા જ કર્યું અને ઉમેરે થતો જ રહ્યો. તે જેઠ સુદ ૧૩ સુધી ચાલ્યો.
For Private And Personal Use Only