________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કક્કાવલિ સુબે-.
(૨૪૫) તપ તે જેથી ચિત્તની શુદ્ધિ, મહાદિક વૃત્તિને નાશ; તપ તે દુષ્ટચ્છાઓ તજવી, તપ તે દુ:ખે ધર્માભ્યાસ. ૫ ૬૮ તપ તે વૃત્તિને દમવી, તપ તે દુષ્ટ ધ્યાનને નાશ; તપ તે મોક્ષાથે શુભ કર –કરવી કરવા જે ઉપવાસ. ૬૯ છે તપ તે જેથી કર્મો તપતાં, રાગ રાષને થાય વિનાશ તપ તે સર્વેચ્છાઓ ઉપર, કાબુ મૂકો તે ખાસ. એ ૭૦ છે તપ તે ક્રોધને માનને હણ, માયા લોભને હણો જેહ, તપ તે વિષયની વૃત્તિ હણવી, દુષ્ટપ્રવૃત્તિ હણવી તેહ. ૭૧ છે તપ તે દુર્ગુણ વ્યસને તજવાં, તપ તે લેવું પ્રાયશ્ચિત્ત તપ તે વિનય ને સેવા ભકિત, ધ્યાન કે જેથી ચિત્ત પવિત્ર છે ૭૨ છે તપ તે મન વચ કાયની બૂરી, પ્રવૃત્તિને તજવી તેહ; તપ તે ધર્મનાં શાસ્ત્રો ભણવાં, ધર્મક્રિયાઓ પ્રશસ્ય જેહ. એ ૭૩ તપ તે મનને વશ કરી વર્તવું, તપ તે પાપી વાંછા ત્યાગ, તપ તે જડમાં સુખબુદ્ધિથી,-રાગને તજો ગુણ વૈરાગ્ય. ૫ ૭૪ છે તપ તે ધાર્મિક પારમાર્થિક સહ, કાર્યો કરવાં સહીને દુઃખ; તપ તે સેવા ભક્તિ ધ્યાનમાં રહેતાં સહેવી તૃષાને ભૂખ. જે ૭૫ છે તપ તે દયા ને સત્ય અહિંસા, દમ સંયમ સાચું ચારિત્ર, તપ તે દેહની મૂર્છા ત્યજીને, નિલે પી ને થવું પવિત્ર છે ૭૬ છે તપસ્વીઓ એવા ત્યાગીએ, તેઓની કર!! પ્રેમે સેવ; તપ ને પરહિત માટે સ્વાર્પણ, કરતાં આતમ પ્રગટે દેવ. . ૭૭ તપસ્વીઓની સેવાભક્તિ, કરવામાં અપાઈ જાવ !!; તપસ્વીઓને પ્રસન્ન રાખો !!, લ્યો !! સેવાને ભાવે લહાવ. ૭૮ છે તપસ્વીઓ જે જ્ઞાની ચાની, પરોપકારી ત્યાગી શ્રેષ્ઠ તપસ્વીઓની આગળ બીજા, પામર જીવો છે સહુ હેઠ. . ૭૯ તપસ્વીઓ જે જે અંશે જે, તે તે અંશે તે સુખકારક તપસ્વીઓને નિષ્કામે જે, સેવે તે પામે ભવપાર. તપસ્વી થા!! આતમ !! નિષ્કામે, યથાયોગ્ય તપ સાધન સાધ્ય; તપ સાધન છે, મેલ ધ્યેય છે, એ દષ્ટિએ તપ આરાધ્ય. ૮૧
For Private And Personal Use Only