________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
शुद्ध धर्मोपदेष्टा च, जैन शासनद्योतकः ॥ ध्यानिनामग्रणीर्मान्यो, भावचारित्र्य साधकः ॥ २ ॥ अध्यात्मोद्धारकः पूज्य:, समतानन्दभाक् च यः ॥
आनन्दधन योगी स जीयाद्भारत मण्डले ॥ ३ ॥ તેજ પ્રમાણે શ્રી આત્મારામજી મહારાજ માટે પણ તેઓશ્રાને બહુમાન અને તેમનો ગુણાનુરાગ દ્રષ્ટ્રયા ઘણે સ્થળે પ્રશંસા સ્તુતિ કર્યા છે. અને તેમના આદર્શો નજર સામે રાખી તેવા બનવા વાંચકને તેઓ જણાવે છે.
આફ્રિકામાં આળસ અજ્ઞાન, કુસંપ શ્રદ્ધાને તોફાન, આસ્ટ્રેલીયામાં વિદ્યોદ્યમ, અનુશીલન ગુણશીલે માન. આર્યોની પ્રગતિનું કારણ, બળકળ વિદ્યા બુદ્ધિ જ્ઞાન. આત્મોન્નતિ કરતાં તે આર્યો, સાત્વિકગુણ કર્મો જ પ્રધાન. આરોગ્ય પુષ્ટિકારક ભેજન, પાણી વાપરશે કરી જ્ઞાન, આયુષ્ય લાંબુ છાશને ફળથી, ડાકટરો ભાખે જાણું
વિદેશનાં દષ્ટા એ ગુરૂશ્રીની સર્વ દેશની સ્થિતિનું જાણપણું સૂચવે છે. તેઓશ્રાને હિન્દ ઉપરાંત તમામ અન્ય દેશની ઘણા પ્રકારની માહીતી રહેતી ને તેમનો ગ્રહણ કરવા યોગ્ય બાબતો પ્રસંગોપાત જણાવતા હતા.
છાશ ને ફળ માટે ગુરૂશ્રીએ સ્થળે સ્થળે ઉલ્લેખ કર્યો છે. સાત્વિક પુષ્ટિકારક ખોરાક, છાશ ને ફળને આહાર, અને–
આયુ જે શતવર્ષનું ઈચ્છો, બ્રહ્મચર્ય વહે આરોગ્ય કાય; આહાર પાન વિહાર ગ્યકર, ભય ચિન્તા તજ શાતિ લાય.
બ્રહ્મચર્ય પ્રતિપાલન, તથા ભય ચિંતા ત્યજી શાંતિ ધારવી એ મનુષ્યના સંપૂર્ણ આરોગ્ય. એવં શતાયુ થવાના મુળ મંત્ર તેઓશ્રી ગણતા ને કહેતા હતા. આમાં પણ એમજ પ્રતિબોધે છે.
આત્મજ્ઞાનનું આનંદી મુખ, વે ચહેરા ઉપર નૂર; આત્મજ્ઞાનીના અંતર માંહિ, આત્મ પ્રભુજી હાજરા હજુર.
આ સત્ય તો લેખકે અનુભવ્યું છે અને એવા આત્મજ્ઞાનીનાં દેદારનાં દર્શન સા કોઈ અનુભવી શકે છે.
For Private And Personal Use Only