________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪ ) ગૃહસ્થને ધર્મ, ગૃહસ્થ માટે એગ્ય છે અને સાધુ ધર્મ છે તે સાધુ માટે યોગ્ય છે. ગૃહસ્થના ધર્મને સાધુ ત્યાગી પાળે તે તે અધર્મ છે અને ગૃહસ્થ દશામાં જૈન શ્રાવક હોવા છતાં તે ગૃહસ્થ ધર્મ મૂકીને ત્યાગીને ધર્મ પાળે તે અધર્મ છે. માટે બને એ પોતપોતાના અધિકાર પ્રમાણે ધર્મ પાળવો જોઈએ. હિંસાના પરિણામ વિના અને ઉપગ રાખીને શ્રાવકો, પ્રભુ પ્રતિમાની તથા ગુરૂભક્તિ તથા સંઘની ભકિત કરે છે તે તે તીર્થકરાદિના મહાપદને પ્રાપ્ત કરી શકે છે. ભકિત અને સેવા વિના કોઈ પણ મનુષ્ય એકદમ વાચિક જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી, નિસરણિ ઉપર ચડવું હોય છે તે પગથિયાના અનુક્રમે ચડાય છે, પણ એકદમ કુદીને કંઈ ચઢી શકાતું નથી. તેમ ગૃહસ્થ દશામાં પણ જેનેને સેવા, ભક્તિ, ઉપાસના, કર્મગ, જ્ઞાન વિગેરે યોગોની આરાધના કરવી જોઈએ. - સાકાર પ્રતિમાની ભકિત અને આલંબન ધ્યાન માટે જરૂર છે. નિરાકાર પરમાત્મા કંઈ એકદમ ધ્યાનમાં આવી શકતા નથી. અને તેથી એકદમ નિરાકાર પરમાત્મા પર પ્રેમ પણ થઈ શકતો નથી. માટે સાકાર પ્રભુથી અને આકારવાળી પ્રભુની પ્રતિમાથી ભકિતને પ્રારંભ થાય છે. જીનેશ્વર ભગવાનને સ્થાપના નિક્ષપે દેખીને ભગવાનના ગુણેનું સ્મરણ થાય છે અને તેમના જેવા ગુણ પ્રાપ્ત કરવા પિતાને આત્મા ઉત્સાહી બને છે. મહેસમાં, રૂપીઆમાં તથા નોટે વિગેરેમાં રાજાને સિક્કો હોય છે અને તેથી તેનું ચલણ ચાલે છે. નાનાં કાગળીયા તે બિલકુલ કિંમત રહિત હોય છે, તો પણ રાજાને સિક્કો મુખ વિગેરે હોવાથી તેની લાખે અને કરોડો રૂપીઆની કિંમત ઉત્પન્ન થાય છે, તે પછી સર્વ ગુણ સંપન્ન તીર્થકર પરમાત્માની છબી–પ્રતિમારૂપ સિક્કાથી તેમને ભક્ત પ્રભુની મૂર્તિ દ્વારા પ્રભુ પદ સાધી શકે છે તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. જૈન શાસ્ત્રોમાં પ્રભુની પ્રતિમામાં પ્રભુ પ્રગટે છે એવું નથી, પણ પ્રભુની પ્રતિમા દ્વારા પ્રભુના ભકતો, હદયમાં પ્રભુને પ્રગટાવી શકે છે. માટે પ્રભુની પ્રતિજ્ઞા તે પ્રભુની સમાન જ છે એમ જાણુને પ્રભુની પ્રતિમા પૂજવી જોઈએ. પ્રભુમાં જ્ઞાનદર્શન ચારિત્રાદિ અનંત ગુણે સંપૂર્ણપણે ખીલ્યા હોય છે, તેવા ગુણોને પ્રગટાવવા માટે
For Private And Personal Use Only