________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧ ) સૂક્તોમાં તરી આવે છે, અને તે જ્ઞાન દષ્ટિથી દેખનારને જરા પણ છાનું રહેતું નથી, વેદમાં સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, ઉષા, મેઘ, સાગર વિગેરેની સ્તુતિ કરવામાં આવેલી છે. તે પણ તે તે વસ્તુ એના પ્રેમ અને તેની પૂજ્યતાને લીધે છે એટલે તે પણ એક જાતની મૂર્તિપૂજા સિદ્ધ થાય છે. જેમ જેમ પ્રેમનાં રૂપાંતર થયા કરે છે તેમ તેમ મૂર્તિ પૂજાનાં રૂપાંતર પણ થયા કરે છે, અને કઈને કઈ રૂપે, પ્રેમ અને પૂજય બુદ્ધિથી મૂર્તિપૂજા કાયમ રહે છે. વેદોમાં યજ્ઞનું વર્ણન કરવામાં આવે છે અને યજ્ઞ લેકે કરે છે તે પણ સાકાર યજ્ઞ મૂર્તિ પૂજા છે. ચાર વેદો છે તે પણ અક્ષરરૂપે અને પુસ્તક રૂપે મૂર્તિરૂપ છે અને તેને પ્રેમ તથા તેને સત્કાર તથા તેના અક્ષરે અક્ષરની સાચી માન્યતા તથા તેની શ્રદ્ધા અને તેના માટે જે અપઈ જવું અને તેના વિરોધીઓ સામે યુદ્ધ જાહેર કરવું તે પણ વેદોની એક જાતની સાકારમૂર્તિપૂજા છે, એમ જ્ઞાનીઓ જ્ઞાનથી સમજી શકે છે. યજ્ઞના કુંડ, વેદિઓ અને આકારો બનાવવા તે પણ આકાર સ્થાપના રૂપે મૂર્તિ પૂજાજ છે. સનાતની હિંદુઓ, વૈષ્ણ, શંકર મતાનુયાયીઓ વેદના આધારે મૂર્તિ પૂજાને સિદ્ધ કરે છે અને પરમેશ્વરની સહર્ષા સહદ્વારા એ વેદ મંત્રના આધારે મૂર્તિ પૂજાની સિદ્ધિ કરે છે અને આર્ય સમાજીઓ એજ વેદમંત્રને વેરા પ્રભુના મંત્રરૂપે સ્વીકારીને પ્રભુની સાકારતાને ઉપરોક્ત દષ્ટિયે સ્વીકાર કરે છે, તેથી તે પણ એક જાતની સાકાર જગતમાં પ્રભુ જેવાની મૂર્તિપૂજાજ છે. આ સમાજીએ, આર્ય સમાજના સ્થાપક સ્વામી શ્રી દયાનંદ સરસ્વતિની છબીને માન આપે છે અને તે છબી દ્વારા સ્વામિજીનું સંસ્મરણ કહે છે તે પણ એક જાતની પ્રેમ દ્વારા મૂર્તિ પૂજાજ છે. તથા આર્ય. સમાજીએ જડ એવા યોની માન્યતા માને છે અને તેના ઉપર પ્રેમ ધારણ કરે છે તે પણ એક પ્રકારની પ્રેમ દ્વારા થતી જડ યજ્ઞ સાકાર મૂર્તિ પૂજાજ છે. સનાતની હિંદુઓ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ગણ પતિ, હનુમાન તથા દેવીએ વિગેરેની મૂર્તિઓને માને છે અને પૂજે છે અને તેઓના શાસ્ત્રોમાં તેવા પુરાવા મળી આવે છે. મહાભારત કે જે ગ્રંથ આજથી પાંચ હજાર વર્ષ પહેલાં રચાયે.
For Private And Personal Use Only