________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર–કરાવે–અનુદે, તેમ બ્રહ્મચર્ય જે કઈ સાધુ સાધ્વી ખંડે-ખંડાવે-અનુદે તો તે અભિનિવેશીત મિથ્યાષ્ટિ જાણવાં. ત્યારે ગતમ કહે છે કે-જે કોઈ આચાર્ય વિપરીત એટલે ઉત્સુત્ર પ્રરૂપણ કરે તે તે શું ફળ પામે ? ત્યારે વીરપ્રભુ કહે છે કે–હે ગતમ! સાવદ્યાચાર્ય જે ફળ પામે તેવું તે ફળ પામે. સાવદ્યાચાર્યને વૃત્તાંત પુછતાં તેને વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યો.
આ એવોસની પહેલાં અનંતકાળે અનંતી એ વીસીમાં જે હું છું તેવાજ સાત હાથ શરીર માનવાળા ધર્મસિરિ નામના વીસમા તીર્થંકર થયા. તેમના તીર્થમાં સાત અરાં થયાં. શ્રી ધર્મ સિરિ તીર્થકર મુક્તિ પામ્યા, પછી કેટલેક કાળે-પાઠ-અલંકાયાપ સાર વિષમ છે અસંયતિની પૂજા-સત્કાર કરવાનું આશ્ચર્ય ઉત્પન્ન થયું. લાકે અજ્ઞાનથી અસંયતિને માનવા લાગ્યા. - જે સાધુને આચાર પાળે નહિ તેને અસંયતિ કહે છે–વળી તે અસંયતિ હાલના કેટલાક નહિ સમજનાર ગા૨જીઓની પેઠે પિતાને એટલે સાધુ વેષ ધારીને પ્રભુ પૂજવાને અધિકાર નથી તેમ છતાં પ્રભુની પ્રતિમાની પિતે પૂજા કરે–પિતે દેરાસર કરાવે તે અસંયતિ જાણવા. તેમ દેરાસર કરવાને સાધુને અધિકાર નથી. શ્રાવક દેરાસર કરાવે, શ્રાવક પ્રભુની પૂજા કરે. કારણકે શ્રાવક ગૃહસ્થારંભી છે. માટે તેને પૂજા કરવી એમ સૂત્રમાં આજ્ઞા છે. સાધુ મુનિરાજ રજોહરણ સુહપત્તિને ધારણ કરી શ્રાવકની પેઠે પોતે દ્રવ્યસ્તવ રૂપે પ્રભુની પૂજા કરે નહીં, તેમ દેરાસરમાં વસે નહિ. કારણ કે દેરાસરમાં વસવાથી પ્રભુની પ્રતિમાની આશાતના થાય છે. પિતે હાથે સાધુ દેરાસર સમરાવે નહીં. પરિગ્રહ ધનધાન્ય વિગેરે સાધુ રાખે નહીં. તેથી વિપરીત પણે વતે, તે અસંયતિ જાણવા, ત્યારે તે વખતે અસંયતિ ઉત્પન્ન થયા. તે દેરાસર પિતે કરાવવા લાગ્યા, અને પોતે પૂજા કરવા લાગ્યા. શ્રાવક પાસેથી ધન યાચી પિતે પૈસા રાખે, દેરાસરમાં પિતાની માલિકી રાખે, અને વળી શું કરે છે તે કહે છે. મહાનિસિથ પત્ર. ૪૯ પાઠ.
For Private And Personal Use Only