________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
清
થવા દુર્લભ છે. આ પ્રમાણે એકી અવાજે વિજાપુરના જૈન અને જૈનેતરા તમની પ્રશંસા કરતા હતા. આવા એક ઉત્તમ સુાનના મર ણથી આચાર્ય મહારાજશ્રી બુદ્ધિસાગરજીને તથા અન્ય મુનિશ્રીઓને ઘણું લાગી આવ્યું અને તેમણે વૃદ્ધિસાગર મુનિના ગુણાનુ સ ંઘની આગળ વર્ણન કર્યું. સંઘને ઉપદેશ દઇને શાન્ત કર્યો. મુનિશ્રી વૃદ્ધિસાગરજીના શરીરને જયાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યે ત્યાં એક નાની દેરી બંધાવાનુ સંઘે નક્કી કર્યું અને તે બંધાઇ ગઇ છે.
મુનિશ્રી વૃદ્ધિસાગરજી પંચ મહાવ્રત ધારક શાન્ત આત્માથી ક્રિયાપાત્ર આત્મજ્ઞાની મહાત્મા હતા. ગુરૂ મહારાજ આચાર્ય શ્રીથી એક દિવસ પણ જુદા પડયા નથી. આચાર્ય મહારાજના શરીરની છાયાની પેઠે સેાળ વર્ષ પર્યંત એક દિવસ પણ જુદા પડયા શિવાય જોડેજ રહ્યા. ગુરૂ મહારાજના સંધાડામાં ઉત્તમ સ્થવિર સાધુ હતા. સર્વ સાધુએની તે સેવા ચાકરી કરતા હતા. ગેાચરી વહારવામાં તે ઘણા ઉપયેાગી હતા. નદિક્ષિત સાધુઓને ચારિત્ર માર્ગમાં સ્થિર કરતા હતા, તેમણે સેાળ વર્ષની દીક્ષામાં કેાઈ વખત કોઇ સાધુ અગર ગૃહસ્થની સાથે કલેશ અગર ક્રોધ કર્યો નથી, અભિમાન તે તેમનામાં હતેાજ નહીં. કપટની વાતમાં તે સમજતા નહાતા. પુસ્તક વિગેરેના પણ તેમને લાભ નહાતા. પેાતાની વસ્તુ ગમે તેવી હોય તા પણ બીજા સાધુ જે માગે તેા આપી દેતા. કામની વાસનાને તેમણે સારી રીતે જય કયા હૅતે!. નિષ્કામ થઈને ધર્મકરણી કરતા હતા. તેમને કેઈ જાતની વાસના નહેાતી. સંઘાડાના સાધુએ ઉપર તેમની સેવાભક્તિના સારા પ્રભાવ પડતા હતા, તેથી અન્ય સાધુએ પણ તેમનુ વચન ઉલંઘતા નહાતા અને તેમના કહ્યા પ્રમાણે વર્તતા હતા. તે અન્ય સાધુઓને ચારિત્રમાં સ્થિર કરવા ઉત્સાહી બનાવતા હતા. ગુરૂમહારાજ તેમને ઠપકા આપતા હતા તે પણ કોઇ વખતે તેમને માઠું લાગતુ નહીં અને ક્રોધ થતા નહાતા અને પેાતાની ભૂલ તુ કખલ કરતા અને તેમની એવી આત્માથી પ્રકૃતિ હાવાથી સેાળ વર્ષ સુધી ગુરૂકુળવાસમાં રહી શકયા. ગુરૂની માજ્ઞાને આધીન થઇને ગુરૂકુળ વાસમાં રહી શકાય છે, અને અનેક અનુભવા મેળવી શકાય છે, એવા સર્વ અનુભવા તેમણે દરરાજ પાસે રહીને મેળવ્યા હતા, અને તેથી તે
For Private And Personal Use Only