________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનેપનિષ
- ૨૭
સેવા કરવામાં ભાગ આપ એ સ્વધર્મ છે તેનાથી જૈનેએ કદિ ભ્રષ્ટ ન થવું જોઈએ, રાજ્ય અને રાજાના કાર્યોમાં પ્રધાન કારભારી આદિ પદો પ્રાપ્ત કરીને દેશ સેવાદિમાં ભાગ લેવો જોઈએ. દેશ ધર્મ અને રાજ્યધર્મકર્મો કરવામાં
સ્વાધિકારે દરેક જૈને પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રવૃત્તિ માર્ગમાં પરિપકવ થયા. વિના નિવૃત્તિ માર્ગની સુરક્ષા તથા આરાધના થઈ શકતી નથી. નિવૃત્તિરૂપ ક્ષેત્રને રક્ષવાને પ્રવૃત્તિ છે, તે વાડના જેવી છે. પ્રવૃત્તિ દ્વારા નિવૃત્તિની આરાધના કરવી. દેશકાયમાં, રાજ્યકાર્યમાં અને ધર્મકાર્યમાં સદા ભાગ લેવો જોઈએ. જેણે કોમને, સંધ, જ્ઞાતિને અને સમાજને ઉદય કરવો હોય તેણે દેશ સેવામાં, રાજ્ય સેવામાં અને ધર્મ સેવામાં અગ્રગામી બનવું જોઈએ. દેશ રાજ્ય ધર્મકર્મોવડે સ્વપરની પ્રગતિ કરી શકાય છે માટે જૈનોએ ઉપરના સૂત્રને ઉંડો અનુભવ કરીને પ્રગતિ કરવાનાં ઉપયુક્ત કર્મો કરવાં જોઈએ.
अनेकान्तब्रह्मधर्माराधकाः અનેકાન્ત દષ્ટિએ, બ્રહ્મ, આત્મા, પરમાત્માના અનન્ત જ્ઞાનાદિ કર્મોની આરાધના કરનારા જૈને બને છે. વ્યવહારનય અને નિશ્ચયથી બ્રહ્મધર્મનું સ્વરૂપ સમજવું જોઈએ. અનેક નાની અપેક્ષાએ બ્રહ્મ ધમ અર્થાત આ ત્માના જ્ઞાનાદિ ધર્મોની આરાધના કરવી જોઈએ. શરીર ધર્મ, વાણી ધર્મ, મન ધર્મ અને આત્માને ધર્મ એ ચારેમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્ર ધર્મજ ઉત્તમ છે. આત્મજ્ઞાન પામ્યા વિના અને આત્મચારિત્ર પામ્યા વિના સાચા સુખની પ્રાપ્તિ થતી નથી. આત્મામાં જે જોઈએ તે છે. આ માને અનેકાન્તપણે અનુભવો. આત્મા કરતાં આ વિશ્વમાં કોઈ મહાન નથી અંત્મા તેજ પરમાત્મા છે. આત્મામાં અસ્તિ નાસ્તિપણે અનેકાન્તન સર્વ વિશ્વ સમાય છે માટે આત્મધર્મની જેનેએ આરાધના કરવી જોઈએ. શ્રાવકના બાર વ્રત વડે, સાધુના પંચ વ્રતવડે યુગના અષ્ટાંગ વડે, આત્માની શુદ્ધિ કરવી જોઈએ.
द्रव्यभाववैरिजयेन सार्थकनामधारकाः જે દ્રવ્યવૈરિ અને ભાવવૈરિને જીતે છે પરંતુ દ્રવ્યવૈરિયોથી અને ભાવવૈરિયેથી હારતા નથી તે જેને કહેવાય છે. જે ભયશીલ, બીકણું નામર્દ છે તે જૈન નામને સાર્થક કરી શકતા નથી. જે જેને અન્ય જનોથી સંપમાં, શક્તિમાં, વ્યાપારમાં, ધર્મકર્મ કરવામાં હારી જાય છે તે જૈનત્વને
For Private And Personal Use Only