________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
જેનાપનિષદ - ~ માટે ધર્મકર્મો કરવાં જોઈએ. જેને ધર્મનાં તત્વોમાં તર્કની પરંપરા કરવાથી કંઈ હિત થતું નથી, પરંતુ જૈનાચાર્યોની આજ્ઞા પ્રમાણે ધમકર્મ કરવાથી આત્મશુદ્ધિ થાય છે. જેનાચાર્યોની આજ્ઞા પ્રમાણે ધમકર્મ કરવામાં હિત સમાયું છે, પરંતુ શંકા તર્કો કરવામાં હિત નથી. જેઓ તર્કો પર તર્કો કરે છે તેઓનું ઠેકાણું પડતું નથી અને તેઓ કર્મોગથી ભ્રષ્ટ થાય છે માટે શ્રદ્ધા વડે સ્થિર પ્રજ્ઞા પ્રાપ્ત કરી આચાર્યોપદિષ્ટ ધર્મકર્મમાં સ્વાધિકાર લયલીન થવું જોઈએ.
जैनधर्मरक्षार्थ सर्वोपायैः प्रवर्तकार જૈન ધર્મની રક્ષાર્થે દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સપાવડે પ્રવૃત્તિ કરનારા જૈને હોય છે. હાલ જૈન ધર્મની રક્ષા કરવાને ખાસ પ્રસંગ આવેલ છે. અન્ય ધર્મોમાં જેનો ભળી ન જાય એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. અન્યધર્મીઓ તરફથી જૈન ધર્મનું ખંડન કરવા માટે જે જે લેખો ગ્રન્થ. લખાતા હોય તથા જે જે ઉપદેશ દેવાતા હોય, જે જે યુકિત વડે તથા પ્રવૃત્તિ વડે તેઓ જૈનધર્મનું ખંડન કરતા હોય તે જાણવું અને તેના સામા જે જે ઉપાયો હોય તે આચારમાં મુકીને જૈન ધર્મની રક્ષા કરવી. જૈન ધર્મની રક્ષાથે પૂર્વકાલમાં જેને ઉઘુક્ત રહેતા હતા. જૈન ધર્મની રક્ષાના ઉપાય છે તે રાજ્યરક્ષાના ઉપાયો જેવા ગુપ્ત અને અગુપ્ત છે. તે તે કાલે ઉત્પન્ન થનાર ગીતાર્થ ધર્મ ધુરંધર ધર્માચાર્યો વગેરે જૈન ધર્મની રક્ષાના ઉપાયોને જાણી શકે છે. જૈન ધર્મની રક્ષાના ઉપાયને આદરનાર ચતુર્વિધ મહાસંધ છે. તથા જૈન બ્રાહ્મણ, જૈને વૈશ્ય, જૈન ક્ષત્રિય વગેરે જેને વર્ણ છે. જેને ધર્મની રક્ષા માટે દીન ધર્મીઓની પેઠે ખરા જૈન ધર્મ આત્માંપણ કરે છે. જે ધર્મ તન મન ધન વગેરેનું અર્પણ કરે છે તે જૈન છે. આત્મભેગી સપાવડે જૈન ધર્મની રક્ષા કરી શકે છે.
जैनानां प्रगत्यर्थं सर्वशक्तिप्रचारकाः "રને, સમાનધમાં જેનેની પ્રગતિ માટે સર્વ શકિતયોને પ્રચાર કરનારા હોય છે. જૈન ધર્મના જ્ઞાતા હોય છે. જેની ઉન્નતિ થાય એવાં સર્વ કાર્યોમાં જૈન, બ્રિટીશ વીરનરેની પેઠે રાત્રિ દિવસ ભાગ લે છે. જેનોની ધાર્મિકનતિમાં જે જે કષાયો થાય છે તે તે પ્રશસ્યકષાયો કહેવાય છે અને તેથી
For Private And Personal Use Only