________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રત્નાકરસૂરિ
૭૫
તે બરાબર સમજી ગયે હતું કે ગાથા પુછવાનું ફળ હવે આવી ગયું છે. ગુરૂ મહારાજને માથાના અર્થનું તાત્પર્ય અને મને અર્થ નથી સમજાતે તેની ગેડ બરાબર બેસી ગઈ છે. આ સુધન આમ એક પછી એક વિચાર કરતું હતું ત્યાં ગુરૂ બોલ્યા
સુધન ! આ ગાથાને અર્થ આપણે પહેલાં કર્યો તેજ બરાબર છે તે કહે છે કે “અર્થ એ સેંકડો અનર્થનું મૂળ છે...”
સુધન છે. “મહારાજ ! ક્ષમા કરો આપે પહેલા દીવસે આજ અર્થ કર્યો હતે પણ કેણ જાણે મને કેમ ન બેઠા આજે બરાબર બેસે છે કે અર્થ બરાબર છે. ”
ગુરૂ મહારાજ બોલ્યા. “સુધન આમાં તારી બુદ્ધિનો અપરાધ નથી પણ હું “અર્થ એ સેંકડેનું અનર્થ મૂળ છે.” એમ બેલું અને અર્થમાં એ મા રહું તે શ્રોતાને કેમ ગળે ઉતરે? સુધન તું ખરેખર ઉત્તમ શ્રાવક છે. આ ગાથાના અર્થ પુછવાના બાના તળે માર્ગ ભૂલેલા મને તું ઠેકાણે લાવ્યો છે.”
રત્નાકરસૂરિએ ત્યાર પછી પરિગ્રહ છેડી શિથિલતા તજી અને પિતાની શિથિલતાને બળાપે રત્નાકર પચીસી દ્વારા કાઢયે. આ પછી તે રત્નાકરસૂરિજીએ તીર્થોદ્ધાર કરાવ્યું અને અનેક ધાર્મિક કાર્યો કરાવ્યાં.
સૂારજી નિર્મળ ચારિત્ર પાળી વિ. સં. ૧૩૮૪મા સ્વર્ગવાસી થયા.
(ઉપદેશપ્રાસાદ)
For Private And Personal Use Only