________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
બાળાઓ બોલી “અમે સૌધર્મદેવલોકની બે દેવીઓ છીએ. વંકચૂલ આજે એ સ્થિતિમાં છે કે જે તે કાગડાનું માંસ ખાધા વિના મારે તે સૌધર્મ દેવલેકમાં દેવ થાય અને અમારે પતિ બને પણ તમે જઈ તેને કાગડાનું માંસ ખવરાવશે તો તે ગતિ તેને નહિ મળે અને અમે રખડી પડશું.”
જિનદાસ બે “તમે ફિકર ન કરે. હું જિનને દાસ તેને વ્રત પાળવામાં મદદ કરીશ. તેડવામાં નહિ.”
દેવીઓ રાજી થઈ. જિનદાસ રાજ્ય મહેલમાં ગયે વંકચૂલને કાગડાનું માંસ ખવરાવવા રકઝક ચાલતી હતી. ત્યાં જિનદાસે જઈ રાજાને કહ્યું “રાજન ! નિયમમાં અડગ વંકચૂલને આપણે તેના નિયમમાંથી શા માટે શ્રીલે કર જોઈ એ. આજે નહિ તો કાલે પણ મરવાનું તો છેજ તો વંકચૂલ તેના નિયમ પાળી લેકોને મેંઢ ચઢે અને જેનું આલંબન લઈ લેક તરે તે માગે કેમ જવા ન દેવે જોઈએ? વંકચૂલ! તમે તમારા નિયમમાં દઢ રહે. તમે ગમે તેટલી ચેરીએ કરી, ગમે તેટલી હિંસા કરી અને આજ સુધી ગમે તેવાં પાપ કર્યા છતાં ગુની પાસે લીધેલા નાના પણ ચાર નિયમનું દઢતા પૂર્વક પાલન કરવાથી તમે તમારું જીવન ધન્ય બનાવ્યું છે. તમે નિયમમાં અડગ રહે. બેલ વંકચૂલ અરિહંતનું શરણ. બાલ વંકચૂલ તે ધર્મ નિયમ આપનાર ગુરુનું શરણ.
વંકચૂલની ભાવના ખુબ વૃદ્ધિ પામી. તેણે હાથ જોડયા તે બે “અરિહંતનું શરણ, મહા ઉપકારી ગુરુ ભગવંત આપનું શરણ. અને હે ભગવંત આપે આપેલા ધર્મનું શરણ મને ભવોભવ હેજે.” આ બેલતાં વંકચૂલના પ્રાણ ચાલ્યા
For Private And Personal Use Only