________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
કથાસાગર
બાહુબલિએ કહ્યું “ઈન્દ્ર મહારાજ ! આમાં મારે વાંક નથી. ભરત બહલી દેશ ઉપર શા માટે ચઢી આવ્યું? એને અહિં કેણે બેલા હતે? અઠ્ઠાણું ભાઈઓનાં રાજ્ય પડાવી લીધાં. હવે તેને મારું પડાવી લેવું છે એમ? હું પ્રાણત્યાગ કરીશ પણ એમ તે નમતું નહિ જોખું.”
ઈન્સે કહ્યું જે તમારે યુદ્ધજ કરવું હોય તે તમે બે જણ દટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુદ્ધ, મુટિયુદ્ધ અને દંડયુદ્ધ કરો પણ નાહક હજારે બીજા માણસને શા માટે સંહાર કરો છે?”
પરસ્પર સૈન્યનું યુદ્ધ બંધ થયું અને આ બે ભાઈએનું યુદ્ધ ચાલ્યું. પાંચે યુદ્ધમાં બાહુબલિ જીત્યા. દેવને શંકા પડી કે “ચકવતિ તે ભરત છે કે બાહુબલિ ?” ત્યાં ભરતેશ્વરે મર્યાદા છોડી, બાહુબલિ ઉપર હજાર આરાવાળું ચક્ર છેડયું પણ મેરૂ પર્વતની આસપાસ સૂર્ય પ્રદક્ષિણા કરે તેમ બાહુબલિની આસપાસ ફરી ચક ભરતના પાસે પાછું આવ્યું. કારણકે ચક્રને પ્રભાવ વગોત્રીય ઉપર પડતું નથી.
હવે બાહુબલીના ક્રોધે માઝા મૂકી. અને તે બેલી ઉઠયા. અમારે બન્નેએ પરસ્પર સરખી સામગ્રીથી યુદ્ધ કરવાનું હતું છતાં ભારતે નીતિમાર્ગને ઉલ્લંઘી મારા વધ માટે ચક્ર મુકયું. એકેન્દ્રિય ચક્રને વિવેક આવ્યું અને તે પાછું ફર્યું પણ હે ભરત! મેટે ભાઈ થઈ તું લેભથી વિવેક ચુકયે. તને અને તારા ચકને હું આ મુઠ્ઠિથી ચુરી નાંખું” એ પ્રમાણે બેલતા બાહુબલિ મુઠ્ઠિ ઉપાડી ભરતેશ્વર તરફ દેડયા. ભરતની પડખે જતાં તેની વિચાર ધારાએ વળી પલટો
For Private And Personal Use Only