________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાધર ચરિત્ર
૩૬
નથી. છતાં મને આપનાં દર્શન અને સમાગમ થયો એથી હું માનું છું કે કાંઈક મારૂં અ૫ સુકૃત પણ જાગતું છે.
મુનિ બોલ્યા “કાલદંડ! કુવામાં પાણહારી ઘડે અને સત્તર હાથનું દેરડું બધું કુવામાં નાંખે પણ તેના હાથમાં ચાર આંગળ દેરડું હોય તે તે ઘડે અને દેરડું બધું બહાર લાવે છે. તેમ હજી માનવરૂપ દેરડાને છેડો તમારા હાથમાં છે ત્યાંસુધી તમે તમારા આત્માને જે ધારશે તે નિસ્તાર કરી શકશે. હું તે ઉદ્ધારને માર્ગ સંપૂર્ણ અહિંસા, સત્ય, ચેરી ત્યાગ, બ્રહ્મચર્ય અને પરિગૃહત્યાગ બતાવું છું. કાલદંડ! તમે તેનાથી પરિચિત ન હ તે હમણું તે વ્રતને દેશથી સ્વીકારવા રૂપ શ્રાવકધર્મને તે જરૂર સ્વીકારે જ.
કાલદંડે ધર્મ ઉપર પુરી શ્રદ્ધા કેળવી, હિંસાને તિલાંજલિ આપી અને બીજાં પણ નાના મેટાં અનેક વ્રતે સ્વીકારી તે શુદ્ધ શ્રાવક થયે.
(૨) આ બાજુ ગુણધર રાજા કુકડા કુકડીના વૃત્તાન્તથી અપરિચિત હતું. તેથી તે પોતાના શબ્દવેધિત્વથી મગરુર થયે. તે જયાવલી રાણીને કહેવા લાગ્યા જોઈ મારી શબ્દવેધિપણની કુશળતા. આ પછી તે જયાવલી સાથે ભેગાસક્ત થયે. મારિદત્ત! જુઓ કર્મની વિચિત્રતા. આ કુકડે અને કુકડી બનેલ હું અને મારી માતા અને પોતાની પુત્રવધુ જયાવલીની કુક્ષિમાં પુત્ર પુત્રીરૂપે ઉત્પન્ન થયાં. આ ભવમાં ગુણધર રાજા જે પૂર્વે મારો પુત્ર થતા હતા તે અહિં પિતા બન્યા અને પુત્રવધૂ જયાવલી હતી તે મારી માતા બની.
For Private And Personal Use Only