________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાધર ચરિત્ર
૩૩૧
નમાં આગળને મનકપિત ઉમેરે કરી કહ્યું “મેં આ અધપાતને ટાળવા માથાને લેચ કરી મુનિવેષ ધારણ કર્યો અને ફરી સાતમે માળે ચઢયે.” માતા ! આ મેં સ્વપ્ન જોયું છે પણ હવે તે તે સ્વપ્નને સાચું કરવાને મેં નિશ્ચય કર્યો છે. આજકાલમાં ગુણધર કુમારને રાજ્યાભિષેક કરી હું દીક્ષા લઈશ.”
માતા દડદડ આંસુ સારવા લાગ્યાં તે બોલ્યાં “બીજી બધી વાત પછી. આ દુ:સ્વપ્નને પહેલાં નેત્રદેવીને પ્રસન્ન કરી પ્રતીકાર કરે જોઈએ. દીક્ષા એ કાંઈ દુઃસ્વપ્નને પ્રતિકાર નથી. પુત્ર! આપણી ગોત્રદેવી કાળકા છે. તેની આગળ બધી જાતના પશુ પંખિના યુગલનું બળિદાન આપી તેને પ્રસન્ન કરવાનું રાખી આ દુઃસ્વપ્નને પહેલાં તું દુર કર.” ' કાનમાં આંગળીઓ ઘાલી. “માતા ! આ શું બેલે છે? દુ:સ્વપ્નથી મૃત્યુ કાલે થતું હોય તે આજે ભલે થાય પણ હું નિર્દોષ જીવોની હિંસા તે નહિં જ કરૂં.'
માતાએ ખુબ રડવા કકળવા માંડયું. હું વિચારમૂઢ બન્યા. માતાનું કહ્યું નહિ કરવાથી હું અવિનીત ગણાતે હતું અને કહ્યું કરવામાં જીવહિંસાનું મહાપાપ લાગતું હતું. આથી મેં તલવાર લીધી અને મારી જાતે મેં મારા શિર પર ચલાવવા ઉપાડી. પણ બધા એકદમ મને વળગી પડયા અને મારી તલવાર ઝુંટવી લીધી.
માતાએ કહ્યું “પુત્ર! દેવીના બલિદાનમાં જીવહિંસા એ જીવહિંસા નથી છતાં તને જીવહિંસાજ લાગતી હોય તે કઈ પણ જીવની લેટની આકૃતિ બનાવી તેને વધેરી પ્રસન્ન કરીએ તે શું વાંધો છે?
For Private And Personal Use Only