________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
દાગીનાથી શરીર કેટલે વખત શોભવાનું? દાગીના છે ત્યાં સુધી. તે જતાં શરીર ભાવિનાનું. તેમ આત્મા જતાં આ કહેવાતે ભરત કેટલે વખત. તેને રાજ્ય મહેલમાં પણ કઈ નહિં સંઘરે તે ગંધાઈ ઉઠશે. આ સ્ત્રીઓ, આ વૈભવ અને ચક્રવર્તિની બધી ત્રાદ્ધિ શું મારી છે? ના. આ આત્મા જતાં તે બધાં અળગાં. મારાં ચૌદ રત્ન અને છનુક્રોડ ગામનું આધિપત્ય મને ફરી જાગૃત નહિ કરી શકે અને હું જઈશ ત્યાં સાથે પણ નહિ આવે. મારી સાથે આવશે કે શું? આત્માની કરેલ શુભ અશુભ કરણી. મારી કરણી તે જગ જાહેર છે કે મેં મારા ભાઈઓનાં રાજ્ય લઈ લીધાં છે. છ ખંડ સાધતાં મેં કાંઈ ઓછે પાપ બેજ એકઠે નથી કર્યો? મારા પિતાએ કેવળજ્ઞાન અને મોક્ષને માર્ગ ખુલે કર્યો અને મેં ખરેખર પાપના માર્ગ ખુલલા કર્યા. ભાઈઓએ કલ્યાણ સાધ્યું બેનેએ મુક્તિ મેળવી, પુત્રેએ રાજ છેડયાં હું આમાં મુંઝાયે. વીંટી જતાં આંગળી અટુલી તેમ આત્મા જતાં આ દેહ અને આ સમૃદ્ધિ બધું પરાયું. ભારતેવર ઉંડા ઉંડા આમ રમણની વિચાર ધારામાં ખુંચ્યા અને આરિસા ભવનમાંજ કેવળ પામ્યા.
ઈન્દ્રનું આસન કંપ્યું તેણે ઉપગ મુકયે તે જણાયું કે ભરતેશ્વરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ઇન્દ્ર મુનિવેષ આપે ભરતેશ્વરે પંચ પુષ્ટિ લેચ કર્યો અને તે પહેરી ભરત કેવળી દશ હજાર મુનિ સાથે જગતમાં વિચારવા લાગ્યા.
અયોધ્યાની ગાદી ઉપર આદિત્યયશાને અભિષેક થયે. દક્ષાબાદ એક લાખ પૂર્વ ભરતેશ્વર જગતમાં વિચય. અને અનેક પ્રાણીઓને તારી પિતાના નામથી ભરતક્ષેત્રને પ્રસિદ્ધ કરતા અણસણ કરી નિર્વાણ પામ્યા.
(લઘુ ત્રિષષ્ટિશલાકા ચરિત્ર)
For Private And Personal Use Only