________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
કરવામાં આવશે તે વિમાતા ખીજાશે અને તેને કેપ મારે માટે અસહ્ય છે.
“સાસુજી! હું તમને નહાતી કહેતી કે પ્રેમલાલચ્છીને પરણે છે તે મારા પતિ છે? તમારી સાથે એક રાતનું કૌતુક જોવાનું મને બહુ ભારે પડયું. મારા નાથ રોસા અને મારે તે આખી જીંદગીનું શલ્ય થયું. બાઈ ! ગમે એવી સ્ત્રી હોંશીયાર પણ થોડીજ પુરુષને પોંચે છે? તમારી પાસે જેમ આકાશ ગામિની વિદ્યા છે તેમ તેમની પાસે પણ તેવી વિદ્યા દેવી જોઈએ. તેણે તે મને સ્પષ્ટ કહી દીધું કે “કેમ રાતનાં લગ્ન જઈ આવ્યાં ને?” મેં તો તેમને આંબા આંબલી બતાવી સાચું માન્યું નથી. પણ જેણે નજરે જોયું હોય તેને શી રીતે છેતરી શકાય? મારા મીઠા સંસારમાં કડવાશ થઈ અને હવે તે તે મારી પ્રત્યે બધી બાબતમાં સંકેચ રાખશે. શું થાય ? ગુણાવલીએ. વીરમતી આગળ બળાપો કાઢતાં કહ્યું.
વીરમતી બેલી “ગુણવલિ! ગભરા નહિ હું બધું ઠીક કરીશ.”
ગુણાવલી ઘેર ગઈ પણ પતિથી છેટી પડેલ હેવાથી તેને કઈરીતે ચેન ન પડયું. તેને કૌતુક દર્શન આખી જીંદગીની મીઠાશને ઘડીકમાં નાશ પમાડતું જેમાં પારાવાર ખેદ થયે પણ આને ઉપાય તેની પાસે ન હતે માટે તેણે સાસુને આસરે લીધે. તે માનતી હતી કે સાસુ બહુજ કુશળ અને નટખટ છે તે કઈ એ ઉપાય કરશે કે પતિના હૃદયમાંથી શલ્ય કાઢશે પણ આ ભેળી ગુણાવલીની આશા ખોટી પડી. તે વાત હવે પછીના વાંચનથી જ સમજાશે.
For Private And Personal Use Only