________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
કથાસાગર
જે ધન ન હતું તે નાવમાં બેઠા કેમ? અને તમારા જેવા મફતીયા જે આ રીતે બેસે તે અમારો ધંધે કેમ ચાલે? અમે અહિં કાંઈ પરમાર્થ કરવા નીકળ્યા નથી. ? ડાંગ લઈ મુનિને આગળ વધતા અટકાવતે નંદ નાવિક છે.
ધાણ ફુટે તેમ મુનિના પગમાં તપેલી રેતીથી ફેલા પડતા હતા અને મુનિના ઉઘાડા માથા ઉપર સૂર્ય પિતાનાં કિરણે ઉગ્ર રીતે નાંખી તેમના લેહી અને માંસને ગરમ કરતે હતો. વધુમાં આ નાવિક કઠેર વચન કહી મુનિના આંતરને તપાવતે હતો. મુનિએ કહ્યું “ભદ્ર ! તું કહે છે તે બધું સાચું પણ હું તને આપું એવુ કાંઈ ધન મારી પાસે નથી.”
નંદ નાવિક છે “હું પૈસા લીધા સિવાય નહિં જવા દઉં. કાંતો હું પૈસા લઈશ કાંતો તમારો પ્રાણ લઈશ.”
મુનિના શરીરમાંથી લેહીની ધારાઓ વહેવા લાગી. પગ ઉપરની ચામડી ગરમીથી કુલી જઈ માંસને બહાર કાઢવા લાગી છતાં નંદ નાવિકને જરાપણ દયા ન આવી. તે મુનિ આગળથી ડાંગ લઈ જરાપણ ન ખસ્યા. મુનિનું આંતર દુભાયું. નંદ નાવિક ઉપર તેમને દ્વેષ જાગે અને તેમણે તેલેસ્યા મુકી. તેથી કઈ ઝાડનું ઠુંઠું વિજળી પડે અને ક્ષણમાં ભસ્મીભૂત થઈ જાય તેમ નંદ નાવિક ક્ષણમાં સેકાઈ મૃત્યુ પામ્યું.
મુનિને હૃદયમાં દુઃખતે થયું કે મેં આ જે કાંઈ કર્યું તે ઠીક ન કર્યું. પણ તપ અને ક્રોધ એ બન્નેને હમેશાં સહવાસ હોય છે. તપસ્વી મહાત્માઓમાં આ બંને પોતાની સરસાઈ કરી કસોટી કરતા હોય છે. યુરંધર મુનિમાં ક્રોધ સરસાઈ કરી ગયે અને તેણે તેલેસ્યા મૂકાવી.
For Private And Personal Use Only