________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાવી તરંગવતી
૮૫ સમય વીત્યો અમે ખુબ સ્નેહથી રહેવા લાગ્યાં. ઘડી પણ એકબીજાથી છુટા નહતાં પડતાં. ઘડીક ઉપવનમાં તે ઘડીક મહેલની અગાસીમાં અમે આનંદ લૂંટતાં ઋતુને અનુરૂપ વિલાસ કરતાં. જાણે આ જન્મમાં પણ ચક્રવાકયુગલ ન હોઈએ તેમ એકબીજાને જરાપણ વિરહ સહન નહોતા કરતાં.
( ૧૦ ) વસંત ઋતુ આવી કુલેની સુગંધથી આખું વન મઘમઘાટ કરતું હતું. હું અને મારા પતિ પ્રકૃતિની સુંદરતા નિહાળતા હેજ વનમાં આગળ ગયા. ત્યાં અમે એક સાધુ મહાત્માને શિલા ઉપર બેઠેલા દેખ્યા. કુલ વિગેરે છેડી તેમના પગે લાગ્યાં. તેમણે ધ્યાન પાળી અમને ધર્મલાભ આપે અને ઉપદેશની અમારી ઝંખના દેખી તેમણે ઉપદેશ આપે. આ ઉપદેશ તેમના તપ તેજથી અમારા હૃદયને સ્પર્ધો અને મારા પતિએ હાથ જોડી કહ્યું “ભગવંત! આપ આવી કઠીન સાધના શી રીતે સાધી શક્યા?”
સાધુએ પ્રશાંત મુદ્રાએ કહેવા માંડ્યું.
“હું પૂર્વભવમાં ચંપાને છેડે આવેલ એક પલ્લીમાં પારધી હતે. શિકાર કરવામાં કુશળ હોવાથી મને લોકે વ્યાધરાજ કહેતા. એક વખત મેં ધનુષ્યબાણ લીધાં, ભાથું લટકાવ્યું અને પહલીની બહાર નીકળે, ત્યાં એક ગજરાજને નિહા, બાણ તાકયું પણ કંઇક ઉંચું નીકળતાં એક ચક્રવાકને વાગ્યું. ચક્રવાક પડે. નિર્દોષ પક્ષીને મારવાથી મારું હૃદય કંપ્યું. મેં તેને ઉપાડી નદીની રેતમાં
For Private And Personal Use Only