________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬૬
સાધ્વી તર`ગવતી
માથે મુંડન, ખુલ્લા પગ અને ધૂળથી ખરડાયેલ કપડાં છતાં સાધ્વીના મુખની કાંતિ તેમના પૂણ્યતેજને જણાવી રહી હતી. સામાને થયું કે આવા કપડાં અને ધૂલિપ્સર અંગ છતાં આ આટલાં સુંદર આકૃતિવાન છે તો ખરેખર તે સુદરવેશ અને વૈભવમાં હશે ત્યારે કેવાં હશે ! તેણે સાધ્વીજીનો પરિચય વધારવાના આશયે કહ્યું ‘મહારાજ ! આપ અમને કઈ ધર્મોપદેશ સંભળાવે.’ સાધ્વી તુ ચેાગ્ય આસને એઠાં અને સાધુધમ અને શ્રાવકધમ ના ખ્યાલ આપ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સામાનુ ચિત્ત તે આવું રૂપ, ભરયૌવાવસ્થા, તેજ અને ભાગ્યથી દીપતુ ભાળ હેાવા છતાં આ કેમ સાધ્વી થયાં તે જાણવા તલસી રહ્યું હતું. તેથી સ ંકેચાતા હ્રદયે તેણે કહ્યું મહારાજ! મને તે આપની પૂર્વ કથા જાણવાની ખુખ જિજ્ઞાસા જાગી છે. આપે કયા પિતાને ત્યાં જન્મ ધર્યા હતા? કઈ જગવ ંદનીય માતાની કુક્ષિ શાભાવી હતી? કયા ભાગ્યશાળી પતિનું ઘર દીપાવ્યું હતુ? અને તે છતાં આપને શા કારણે વૈરાગ્ય ઉત્પન્ન થયે? હું જાણું છું કે આવા પ્રશ્નો પુછી આપના સંયમમા મા મારે અંતરાયરૂપ ન થવું જોઇએ. પણ જ્યારથી મે આપનાં દર્શન કર્યા. ત્યારથી તે જાણવા હું બહુ આતુર બની છું..?
ભદ્રે ! તમે જાણા છે કે સાધુ જીવનમાં ગૃહસ્થજીવનનાં પૂર્વીના સ્મરણા સંભારવાં પણ ન જોઇએ તેા પછી કહેવાનાં તા હોયજ ક્યાંથી? મનને કાણુમાં રાખવા સંયમ છે. અને એ મનને પૂના ભાગ સુખ કે સંપત્તિને સ’ભારવામાં જોડવું
For Private And Personal Use Only