________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
બ્રહ્મદત્ત ચક્રવતિ
જણાવ્યું કે તું કેઈને આ વાત કરીશ તે મૃત્યુ પામીશ. આ પછી નાગદેવ અંતર્ધાન થયે.
બ્રહ્મદત્ત ચકી એક વખત સ્ત્રી સાથે આનંદમગ્ન છે તે વખતે તેની નજર ગૃહગોધાના યુગલ ઉપર પડી. આ યુગલમાં સ્ત્રી ગૃહગાધા પુરૂષગૃહગંધાને કહેતી હતી કે “આ રાજાના અંગવિલેપનમાંથી મને થેડું અંગવિલેપન લાવી આપ.”
ગૃહગોધે કહ્યું “આ નાની સુની વાત નથી, તે લેવા જતાં જીવ જોખમમાં પડે તેને તને ખ્યાલ છે કે નહિ.”
ગૃહગોધાએ કહ્યું “ગમે તે થાય પણ મારે જરૂર છે.” રાજા આ સાંભળી હસ્ય.
રાણીએ રાજાને અચાનક હસવાનું કારણ પૂછ્યું અને કહ્યું કે “નાથ ! શાથી હસ્યા તે કહે.”
રાજા કહે છે કે “હસવાનું કારણ કહેતાં મારું મૃત્યુ થાય તેમ છે?
રાણી કહે કે “ભલે થાય પણ મને તમે શાથી હસ્યા તે કહેવું પડશે. મૃત્યુ થશે તો આપણે સાથે મરીશું અને પરભવમાં સાથે જન્મીશું.'
રાજા કહે “ગાંડી ન થા. કહેવામાં કાંઈ સાર નથી.”
રાણી જીદે ચડી અને મરવા તૈયાર થઈ. સ્ત્રી પરવશ બ્રાદત ચકીએ નગર બહાર ચિતા રચાવી રાણી સાથે ત્યાં આવ્યા. નગરજને અને પ્રધાને આંસુ સાથે ઉભા રહ્યા. આ અરસામાં ચક્રીની કુળદેવીએ ગુંડાગેંડીનું રૂપ કર્યું અને ગેંડીએ ગેંડાને કહ્યું “આ સામા પડેલા જવના ઢગલામાંથી એક પળ મને લાવી આપ.”
For Private And Personal Use Only