________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮.
બ્રહ્મદત્ત ચક્રવતિ
માગે તમારું મન વાળે પણ આ સમજાવટ નિષ્ફળ નિવડી. છેવટે બને મુનિબાંધવો મૃત્યુ પામી સૌધર્મ દેવેલેકમાં દેવપણે ઉત્પન્ન થયા.
(૩) હે ચક્રી! ચિત્રને જીવ પહેલા દેવલેકમાંથી અવી પુરિમતાલ નગરમાં ધનાઢય શેઠને પુત્ર હું થયે. અને સંભૂતિને જીવ ત્યાંથી ચ્યવી કાંપિલ્યનગરના બ્રહ્મરાજાની રાણી ચુલનીની કુક્ષિને વિષે ચૌદ સ્વપ્નસૂચિત સુવર્ણવર્ણવાળો બ્રહ્મદત્ત નામે રાજપુત્ર તું થયું. બ્રહ્મરાજાને કાશીને રાજા કટક, હસ્તિનાપુરને રાજા કણેરૂદત્ત, કેશળને રાજા દી અને ચંપાને રાજા પુપચુલ એમ ચાર મિત્ર હતા. આ પાંચે જણ પિતાના અંતઃપુર સહિત એકએક વર્ષ એક બીજાના નગરમાં રહેતા હતા. એક વખત આ પાંચે મિત્રો કાંપિલ્યનગરમાં આનંદપૂર્વક જીવન પસાર કરતા હતા. તેવામાં અચાનક બ્રહ્મરાજા શૂળથી મૃત્યુ પામ્યા. આથી ચારે મિત્રેએ વારાફરતી રહી બ્રહ્મદત્ત ઉંમરલાયક થાય ત્યાં સુધી રાજ્ય સાચવવાનું માથે લીધું. પ્રથમ વર્ષ આ કાર્ય દીર્ઘ સંભાળ્યું પણ દીને ચૂલની સાથે રાજ્યકાર્યને અંગે વધુ પરિચય થતાં તે તેણીમાં આસકત બન્યું.
નાને પણ બ્રહ્મદત્ત દીર્ઘ અને ચૂલનીનું આ દ્રષ્ટ સમજી ગયે. તે એક વખત અંતઃપુરમાં કાગડો અને કેકિલાને લઈ ગયે. અને તેને મારતાં કહ્યું કે “આ કાગડા અને કે કિલાની પેઠે જે માણસો વ્યભિચાર કરશે તેને હું બરાબર શિક્ષા કરીશ.”
For Private And Personal Use Only